Western Times News

Gujarati News

અમદાવાદઃ બિનજરૂરી વીજ વપરાશ ટાળવા કમિશનરનો આદેશ

અમદાવાદ, એએમસીના કર્મચારીઓ વિજળીનો દુરુપયોગ કરતા હોવાની વારંવાર ફરિયાદો ઉઠી રહી છે. ત્યારે ૩ મહિના પહેલા જ મ્યુનિ અધિકારીએ તમામ કર્મચારીઓને વીજળીનો બિનજરુરી વપરાશ ટાળવા આદેશ કર્યો હતો. તેમ છતાં કર્મચારીઓ તેને અનુસરતા ન હોવાથી ફરી એક વાર મ્યુનિ.કમિશ્નરે વીજળીની કરકસર કરવા અને બિનજરુરી વપરાશ ટાળવા આદેશ કર્યો છે.

મ્યુનિ.ની તમામ ઝોનલ ઓફિસો, સ્કૂલ બોર્ડ, એએમટીએસ, એમજે લાયબ્રેરી, મ્યુનિ.ની તમામ હોસ્પિટલોના વહીવટી વિભાગો સહિત તમામ ખાતાના વડા અધિકારીઓ અને કર્મચારીઓને સંબોધીને AMC કમિશનરે તાજેતરમાં કરેલા આદેશમાં જણાવ્યું છે કે, રિશેષના સમયગાળા દરમિયાન કોઇ કર્મચારી કે અધિકારી ના હોય તથા કચેરી બંધ કરવાના સમયે હાજર કર્મીઓ દ્વારા લાઇટ-પંખા તથા અન્ય વીજ ઉપકરણો બંધ રાખી વીજળીનો બિનજરુરી વપરાશ ટાળી કરકસરયુક્ત ઉપયોગ કરવો.

તેમજ વીજ બચત અંગેની જરુરી સુચનાઓનો ચુસ્ત અમલ થાય તેની પુરતી કાળજી લેવા તથા આ બાબતની જરૂરી નોધ જે તે ખાતામાં કામગીરી સંભાળતાં પટાવાળા કે મજુરને આપવામાં આવે.

આ મામલે અધિકારીઓ અને કર્મચારીઓ પોતાની નૈતિક જવાબદારી સમજીને આદેશનનો ચુસ્ત અમલ કરવા ગત ડિસેમ્બર ૨૦૨૧માં સુચના અપાઇ હતી. તેમ છતાં તેનો ચુસ્તપણે અમલ કરાતો ન હોવાનું ધ્યાને આવ્યું છે. જેની ગંભીર નોંધ લઇને માર્ચ-૨૦૨૨ ના નવા આદેશમાં ફરીથી વિજળીનો બિનજરુરી વપરાશ કરતા મ્યુનિ કર્મીઓ પોતાની નૈતિક જવાબદારી સમજીને વીજળીની કરકસર કરે અને તેનો બિનજરુરી વપરાશ ટાળે.

અત્રે નોંધનીય છે કે, વીજળીની બચત કરવી ખુબ જરુરી છે. તેમ છતાં ઘણી સરકારી કચેરીઓના કર્મીઓ કામ વિના પણ લાઇટ-પંખા સહિતના ઉપકરણો ચાલુ મુકીને જતાં રહે છે. જેના લીધે વીજળીનો બિનજરૂરી વપરાશ થાય છે.

અગાઉ પણ મ્યુનિ.કમિશ્નરે કચેરીઓમાં વીજળીનો બિનજરૂરી વપરાશ ટાળવા આદેશ કરેલો પરંતુ કર્મીઓ તેનો અમલ કરવામાં ઉદાસીનતા દાખવી રહ્યા છે. એટલે કમિશ્નરે ફરીથી વીજળી બચત કરવા આદેશ કર્યો છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.