અમદાવાદઃ માસ્ક પહેરવાથી લોકોને ગભરામણ થાય છે

Files Photo
અમદાવાદ, ગુજરાતમાં કોરોનાએ ફરી એકવાર કાળો કેર વર્તાવ્યો છે અને દૈનિક કેસોમાં મોટો ઉછાળો આવ્યો છે. એમાં પણ અમદાવાદમાં સૌથી વધુ સંક્રમણ છે. અમદાવાદ કોર્પોરેશનમાં કોરોનાનાં ૨૦૦ થી વધુ કેસ નોંધાયા છે. જ્યારે આખા ગુજરાતમાં ૫૦૦ થી વધુ કેસ નોંધાયા છે. એક્ટિવ કેસની વાત કરવામાં આવે તો રાજ્યમાં ૧૯૦૨ થી વધુ કેસ થયા છે.
સતત વધી રહેલા કેસ અમદાવાદીઓ માટે ખતરાની ઘંટી છે. તંત્ર દ્વારા પણ તૈયારીઓ શુરૂ કરી દેવામાં આવી છે આજે સવારે અમદાવાદમાં આશ્રમ રોડ થી લઈને પાલડી વિસ્તારમાં બનાવામાં આવેલા ડોમ માં લોકો ની ભીડ જાેવા મળી હતી તો અર્બન હેલ્થ સેન્ટરમાં પણ સવારથી ૫૦ જેટલા ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાં તમામ ટેસ્ટ નેગેટિવ આવતા હાશકારો થયો હતો.
તો એક તરફ તંત્ર એલર્ટ મોડ પર છે તો બીજી તરફ આજે અમદાવાદ ની અંદર અમદાવાદ બિન્દાસ બની ગયા છે અમદાવાદના સૌથી ભરચક વિસ્તાર એવા રતનપોળમાં આજે એવો માહોલ જાેવા મળ્યો કે લોકો ભય વગર ફરતા હોય શહેરમાં ૨૦૦થી પણ વધારે કેસ આવવા છતાં અમદાવાદીઓને ન હોય તે પ્રમાણે માસ્ક વગર કર્યા હતા સફર. બિન્દાસ બનેલા લોકો એ કહ્યું કે માસ્ક પહેરવું એ જરૂરી નથી બહુ ગભરામણ થાય છે.
આ સાંભળતા જ વિચાર આવે કે શા માટે લોકો પોતાની જવાબદારી જાતે નથી લેતા ? શા માટે લોકો ને માસ્ક.પહેરવા માટે સમજાવવું પડે છે આ દ્રશ્યો ખરેખર ભયાવહ છે જે આગામી સમયમાં અમદાવાદ માટે ખતરા ની ઘંટી સમાન છે .SSS