Western Times News

Gujarati News

અમદાવાદઃ યુએન મહેતા હોસ્પિટલના 6ઠ્ઠા માળેથી કૂદી 56 વર્ષીય દર્દીએ આપઘાત કર્યો

File

અમદાવાદ, અમદાવાદના અસારવા સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી U N  Mehta હોસ્પિટલમાં આજે દિનેશ ચૌહાણ નામના એક દર્દીએ છઠ્ઠા માળેથી કૂદીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. છઠ્ઠા માળેથી છલાંગ લગાવનાર દર્દી આશરે 56 વર્ષના હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે. ગંભીર હાલતમાં ઇજાગ્રસ્ત આ વ્યક્તિને તાત્કાલિક સારવાર અર્થે લઈ જવામાં આવે ત્યારે તેનું મૃત્યુ નીપજ્યું હતું.

બીજી તરફ, આ ઘટનાથી હોસ્પિટલમાં ભાગદોડ મચી ગઇ હતી. પોલીસસૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે મરનારી વ્યક્તિએ બીમારીથી કંટાળીને આત્મહત્યા કરી હોય એવું લાગી રહ્યું છે. દર્દીની ઓળખ કરવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. કોઈ શંકાસ્પદ કારણ છે કે નહીં અને મૃતક પાસેથી કોઈ અંતિમ ચિઠ્ઠી છે કે કેમ એની તપાસમાં પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.