અમદાવાદઃ વિશ્વભારતી હાઈસ્કૂલ ખાતે સારવાર તાલીમ યોજાઈ
અમદાવાદ, વિશ્વ વિવિધ કુદરતી અને માનવસર્જિત આફતોનો સતત સામનો કરતુ રહ્યું છે. વિશ્વભારતી હાઈસ્કૂલ અને રેડક્રોસ સોસાયટી ઓફ ઇન્ડિયાના સયુંકત ઉપક્રમે ધોરણ અગિયાર અને બારના વિદ્યાર્થીઓ માટે પ્રાથમિક સારવારની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આજના સમયમાં વિવિધ પ્રકારની ઘટનાઓ બનતી રહેતી હોય છે. વારંવાર વિવિધ અકસ્માતો બનતા રહે છે. તેવા સંજોગોમાં પ્રાથમિક સારવાર આવડવી આવશ્યક છે. રેડ ક્રોસ સોસાયટી ઓફ ઇન્ડિયાના ટ્રેનર ડા. શ્રી રુદ્રેશભાઈ દ્વારા વિદ્યાર્થીઓને સર્પદંશ, ફ્રેકચર, હાર્ટએટેક, દાઝી જવું, ચોકિંગ (ગાળામાં કશુક ભરાઈ જવું), વાઈ, ખેંચ, રક્તસ્ત્રાવ વગેરે સ્થિતિમાં ડોક્ટરની સારવાર મળે ત્યાં સુધી શું કરવું તેની પ્રેક્ટીકલ તાલીમ આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓને પ્રાથમિક સારવારના પાયાના ખયાલો, વિવિધ ઘટનાઓને લગતી નુકશાનકારક ભ્રમણાઓ, રિકવરી પોઝીશન, સી.પી.આર. જેવી તાલીમ આપવામાં આવે છે.