એરએશિયાની અમદાવાદથી અઠવાડિયામાં 7 ફ્લાઇટ બેંગાલુરુની શરૂ થશે
એરએશિયા ઇન્ડિયાએ એનું 21મા ડેસ્ટિનેશન તરીકે અમદાવાદને ઉમેર્યું
અમદાવાદ: ભારતની સૌથી વધુ પસંદગીની લૉ કોસ્ટ એરલાઇન એરએશિયા ઇન્ડિયાએ આજે એનાં નેટવર્કમાં 21મા ડેસ્ટિનેશનને ઉમેરવાની જાહેરાત કરી હતી. આની શરૂઆત સ્વરૂપે એરલાઇન અમદાવાદથી બેંગલોર અઠવાડિયામાં 7 ડાયરેક્ટ ફ્લાઇટ ઉડાન ભરશે. બુકિંગ માટે લોંચ ફેર રૂ. 2815 છે. જ્યારે અમદાવાદ – બેંગાલુરુ રુટ 25 ઓક્ટોબર, 2019 પર વેચાણ માટે ખુલશે, ત્યારે કામગીરી 15 નવેમ્બર, 2019થી શરૂ થશે.
આ પ્રક્રિયા વિશે એરએશિયા ઇન્ડિયાનાં સીઇઓ અને એમડી શ્રી સુનિલ ભાસ્કરને કહ્યું હતું કે, “અમને ખુશી છે કે, એરએશિયા ઇન્ડિયા હવે દેશભરમાં 21 ડેસ્ટિનેશન પર ઉડાન ભરશે.
અમારાં અમદાવાદ સ્ટેશનનાં લોંચ સાથે અમે કામગીરી વધારી રહ્યાં છીએ અને ભારતમાં અનડિઝર્વ્ડ શહેરોમાં સુલભ ઉડાન ભરવાનો ઉદ્દેશ ધરાવે છે. અમે અમદાવાદથી પ્રથમ ડેસ્ટિનેશન તરીકે બેંગાલુરુને ઉમેરવાનું શરૂ કરીશું.”