Western Times News

Gujarati News

ચિલોડાથી પ્રાંતિજ સુધીનો સિક્સ લેન હાઈવે પ્રોજેક્ટ બે વર્ષથી વિલંબમાં પડ્યો

ચિલોડા ચોકડી, ગાંધીનગર

અમદાવાદથી ઉદયપુર સુધી સિક્સ લેન રોડ બનાવવાની કામગીરીનો પૂરજોશથી આરંભ થયો હતો.જેમાં શરૂઆતના તબક્કામાં મોટા ચિલોડા સુધીનો સિક્સ લેન રોડ તૈયાર થઈ ગયો હતો.

પરંતુ ત્યારબાદ પ્રાંતિજ સુધીની રોડની કામગીરી બે વર્ષથી ટલ્લે ચડી છે.જેમાં સિક્સ લેન હાઈવે માટેના બ્રિજનું માળખું તૈયાર થઈ ગયું છે,પરંતુ રોડ ન બનતો હોવાથી વાહનચાલકોએ સર્વિસ રોડનો ઉપયોગ કરવો પડે છે.

અમદાવાદ-ગાંધીનગરથી હિંમતનગર કે ઉદયપુર તરફ જવા માગતા હજારો વાહનચાલકો આ રોડ પરથી પસાર થાય છે.જેમાં ચિલોડા વટાવ્યા બાદ રોડ પર મોટાં ગાબડાં પડ્યા હોવાથી અનેક વાહનોના અકસ્માત સર્જાતા હોય તેવી ઘટના બને છે.આ સિવાય ગામમાંથી બહાર નીકળતી વખતે અને પ્રવેશ દરમિયાન દ્વિચક્રી વાહનચાલકોના પડી જવાના કિસ્સા અવાર-નવાર બની રહ્યા છે.

ઉદયપુર સુધી સિક્સ લેન હાઈવે તૈયાર કરવા માટે ઓવરબ્રિજના પિલ્લર ઊભા કરી દેવાયા છે.પરંતુ ત્યારબાદ પાછલા બે વર્ષથી કામ આગળ વધતું નથી.જેમાં સત્તાધિશો અને એજન્સી વચ્ચેની ખેંચતાણના કારણે આ સ્થિતિ સર્જાઈ છે.

સિક્સ લેન રોડ બનાવવાની કામગીરી માટે નિયત થયેલી સમયમર્યાદા ચાર મહિના અગાઉ પૂરી થઈ ગઈ હતી.પરંતુ કામ પૂરું ન થયું હોવાથી સત્તાધિશો દ્વારા એજન્સીની મુદત વધારવામાં આવી છે.આમ છતાં રોડનું કામ આગળ વધતું નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.