અમદાવાદથી ઉપડતી હાવડા વન વે સ્પેશિયલનો ટાઈમ બદલાયો
6 મે ની અમદાવાદ-હાવડા વન વે સ્પેશિયલ અમદાવાદથી 10:00 ને બદલે 16:20 વાગ્યે દોડશે
પશ્ચિમ રેલ્વે દ્વારા 6 મે 2021 ને ગુરુવારે અમદાવાદ થી ચાલતી ટ્રેન નંબર 09427 અમદાવાદ – હાવડા વનવે સ્પેશિયલના પરિચાલન સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ ટ્રેન અમદાવાદ થી 10:00 ને બદલે 16:20 વાગ્યે ચાલીને ત્રીજા દિવસે સવારે 03:20 વાગ્યે હાવડા પહોંચશે.
જે પણ મુસાફરોએ આ ટ્રેનમાં રિઝર્વેશન કરાવ્યું છે તેમને રેલ પ્રશાસન દ્વારા S.M.S. દ્વારા જાણ કરવામાં આવશે.
મુસાફરો ટ્રેનની સંરચના, આવર્તન, ઓપરેટિંગ દિવસો અને સ્ટોપેજ તથા આગમન અને પ્રસ્થાન વિશે વિગતવાર માહિતી માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે. નોંધનીય છે કે કન્ફર્મ ટિકિટ વાળા મુસાફરોને જ આ વિશેષ ટ્રેનોમાં મુસાફરી કરવાની છૂટ રહેશે. પશ્ચિમ રેલ્વેએ મુસાફરોને બોર્ડિંગ, મુસાફરી અને ગંતવ્ય દરમિયાન કોવિડ -19 સંબંધિત તમામ ધોરણો અને એસ.ઓ.પી.નું પાલન કરવા વિનંતી કરી છે.