અમદાવાદથી ગર્ભવતી મહિલા ૧૯૬ કિમી ચાલી વતન પહોંચી- સગર્ભા હોવા છતાંય કોઈ મદદે ન આવ્યું
૬ દિવસમાં પરિવાર પોતાના વતન મધ્યપ્રદેશના રતલામ પહોંચ્યો હતો
જયપુર, લોકડાઉન થયું ત્યારથી તમે ઘણા કિસ્સા વાંચ્યા અને સાંભળ્યા હશે કે શ્રમિકો લાંબુ અંતર કાપીને પગપાળા પોતાના વતન પહોંચ્યા હોય. આવો જ વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક ૯ મહિનાની ગર્ભવતી મહિલા અમદાવાદથી પોતાના પતિ, ૧ વર્ષનો દીકરો અને ૨ વર્ષની દીકરી સાથે નીકળી હતી. ૬ દિવસમાં ૧૯૬ કિલોમીટર ચાલીને આ પરિવાર પોતાના વતન મધ્યપ્રદેશના રતલામ પહોંચ્યો હતો. આશ્ચર્યની વાત તો એ છે કે, મહિલા ગર્ભવતી હોવા છતાં કોઈએ તેના પર દયા ના કરી. એક પછી એક જિલ્લાઓ અને ચેકપોસ્ટ વટાવીને મહિલા ચાલતી રહી. તેનું એકમાત્ર લક્ષ્ય હતું જલદી પોતાના વતન પહોંચવાનું.
જા કે મહિલાનું નસીબ સારું હતું કે, ડુંગરપુર ચેકપોસ્ટ પર કેટલાક સારા લોકોએ તેને ભોજન આપ્યું. ઉપરાંત વતન પહોંચવા માટે ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા કરી આપી. ડુંગરપુરના એસડીએમ રાજીવ દ્વિવેદીએ એક ન્યૂઝ એજન્સીને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું કે, સોમવારે સાંજે આ મહિલા પોતાના પતિ અને બે બાળકો સાથે ડુંગરપુર ચેકપોસ્ટ પહોંચી હતી. ચેકપોસ્ટ પરનો સ્ટાફ અશક્ત મહિલાને જાઈને આશ્ચર્યમાં મુકાયો હતો. મહિલા થાકેલી લાગતી હતી અને તેનામાં ઉર્જાનો અભાવ દેખાતો હતો. તેને પૂછવામાં આવ્યું કે તેણે કંઈ ખાધું કે નહીં ? તો જવાબ ના હતો.
મહિલા પીડામાં હોય તેવું પણ લાગતું હતું. મહિલાની Âસ્થતિ જાઈને ચેકપોસ્ટ પર રહેલા કર્મચારીઓએ એસડીએમ અને અન્ય અધિકારીઓને જાણ કરી હતી ટૂંક સમયમાં જ નજીકના ચેકપોસ્ટ પરથી ડાક્ટરોની એક ટીમ ત્યાં આવી પહોંચી અને મહિલાને તપાસી હતી. મહિલાની મેડિકલ તપાસ પુરાવો હતો કે, તે ચાલવાની Âસ્થતિમાં નહોતી તેમ છતાં અમદાવાદથી ચાલીને આવી હતી. માટે જ કર્મચારીઓએ પરિવારને રાત્રે ત્યાં આરામ કરવાનું કહ્યું અને તેમને ભોજન આપ્યું. તેમ રાજીવ દ્વિવેદીએ જણાવ્યું. મહિલાને આશરો આપ્યા પછી જે અગત્યનું કામ હતું એ તેનો ઇ-પાસ કઢાવી આપવાનું હતું. કારણ કે તે બીજા રાજ્યમાં જવાની હતી. રાત્રે જ મહિલાનો ઇ-પાસ બનાવવાની કામગીરી શરૂ કરે દેવાઈ.
મેં એડીએમ ક્રિષ્નાપાલ સિંહ ચૌહાણને આખો ઘટનાક્રમ જણાવ્યો અને મહિલાની વિગતો ચેકપોસ્ટ પરથી મેળવીને મારા મોબાઈલમાંથી ઈ-પાસ માટેની ફોર્માલિટી પૂરી કરી. નાયબ મામલતદાર મયૂર શર્માએ રિપોર્ટ તૈયાર કર્યાે જે જિલ્લા ક્લેકટર પાસે મંજૂરી પાસે મોકલવામાં આવ્યો હતો. વહીવટીતંત્રએ ઈમર્જન્સી Âસ્થતિમાં પાસ આપી દીધો. મહિલા અને તેના પરિવાર માટે પાસ તૈયાર થઈ ગયો પછી તેમના માટે એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી હતી. મહિલાને પહોંચાડવા માટે એક નજીકની હોÂસ્પટલ મદદ કરવા માટે આગળ આવી અને એકપણ રૂપિયો ચાર્જ લીધા વગર એમ્બ્યુલન્સ ઉપલબ્ધ કરાવી.
મંગળવારે સવારે મહિલા અને તેનો પરિવાર ડુંગરપુર બોર્ડરથી રવાના થયો તેમ ઇન્ફર્મેશન એન્ડ પÂબ્લક રિલેન્શના આસિસ્ટન્ટ ડાયરેક્ટર છાયા ચુબાસિયાએ જણાવ્યું. તેમણે ન્યુઝ એજન્સીને જણાવ્યું, ડુંગરપુર જિલ્લા વહીવટીતંત્રે આ Âસ્થતિને પહોંચી વળવા માટે તમામ વ્યવસ્થા કરી હતી. જા પરપ્રાંતીય શ્રમિકો દૂરના સ્થળેથી અહીં ચાલતા આવે તો તેમને જે તે સ્થળે પહોંચાડવા માટે અમારી પાસે મિનિ બસ અને ટ્રાન્સપોર્ટેશનની અન્ય વ્યવસ્થાઓ છે.