અમદાવાદથી દિલ્હી, પટના, દરભંગા તથા ભુજથી બંદ્રા ટર્મિનસ વચ્ચે ચાલતી ટ્રેનોમાં એક્સ્ટ્રા કોચ લગાવાશે
વેસ્ટર્ન રેલવે દ્વારા મુસાફરોની માગણી અને સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદથી નવી દિલ્હી, પટના, દરભંગા તથા ભુજથી બંદ્રા ટર્મિનસ વચ્ચે ચાલતી 4 જોડી ટ્રેનોમાં એક્સ્ટ્રા કોચ લગાવવામાં આવશે. તેની વિગતો નીચે મુજબ છે :
1. ટ્રેન નંબર 12957/12958 અમદાવાદ-નવી દિલ્હી-અમદાવાદ સુવર્ણ જયંતી રાજધાની એક્સપ્રેસ ટ્રેનમાં અમદાવાદથી 28/04/2022ના રોજથી 30/05/2022 સુધી અને નવી દિલ્હીથી 29/04/2022ના રોજથી 01/06/2022 સુધી થર્ડ એસીનો એક્સ્ટ્રા કોચ લગાવવામાં આવ્યો છે.
2. ટ્રેન નંબર 22904/22903 ભુજ-બાંદ્રા ટર્મિનસ-ભુજ એસી એક્સપ્રેસ ટ્રેનમાં ભુજથી 30/04/2022ના રોજથી 16/05/2022 સુધી અને બાંદ્રા ટર્મિનસથી 29/04/2022થી લઇને 15/05/2022 સુધી થર્ડ એસીનો એક્સ્ટ્રા કોચ લગાવવામાં આવશે.
3. ટ્રેન નંબર 09447/09448 અમદાવાદ-પટના-અમદાવાદ કલોલ સ્પેશિયલ ટ્રેનમાં અમદાવાદથી 04/05/2022ના રોજથી 11/05/2022 સુધી અને પટનાથી 06/05/2022થી લઇને 13/05/2022 સુધી થર્ડ અને એક સ્લીપર કેટેગરીનો કોચ વધારાનો જોડવામાં આવશે.
4. ટ્રેન નંબર 09465/09466 અમદાવાદ-દરભંગા-અમદાવાદ કલોલ સ્પેશિયલ ટ્રેનમાં અમદાવાદથી 29/04/2022થી લઇને 13/05/2022 સુધી અને દરભંગાથી 02/05/2022થી લઇને 16/05/2022 સુધી થર્ડ એસી અને સ્લીપર કેટેગરીનો વધારાનો કોચ જોડવામાં આવી રહ્યો છે.