Western Times News

Gujarati News

અમદાવાદથી બાઈક ચોરી દારૂની ખેપ મારતા આરોપીને અરવલ્લી LCBએ પકડ્યો

ચાર વર્ષથી થાપ આપતા બુટલેગર,બાઈક પર દારૂની ખેપ મારનાર જીલ્લાના બે બુટલેગર અને અમદાવાદના માધવપુરા વિસ્તારમાંથી અપાચે બાઈક ચોરી કરનાર બાઈકચોરને દબોચી લઈ સપાટો બોલાવી તમામ આરપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા

ભિલોડા: અરવલ્લી જીલ્લા એલસીબી પોલીસ સતત જીલ્લામાં ગુન્હાખોરી અટકાવવા,નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા અને પ્રોહિબિશન અને જુગાર વરલી-મટકાની બદીને નાથવા દોડાદોડી કરી રહી છે એલસીબી પોલીસે બાયડ પોલીસ સ્ટેશનના અપહરણના ગુન્હાના આરોપી અને ભોગ બનનાર,હિંમતનગર અને શામળાજી પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ચાર વર્ષથી થાપ આપતા બુટલેગર,બાઈક પર દારૂની ખેપ મારનાર જીલ્લાના બે બુટલેગર અને અમદાવાદના માધવપુરા વિસ્તારમાંથી અપાચે બાઈક ચોરી કરનાર બાઈકચોરને દબોચી લઈ સપાટો બોલાવી તમામ આરપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા.

અરવલ્લી એલસીબી પીઆઇ આર કે પરમાર અને તેમની જુદી જુદી ટીમે શખ્ત કાર્યવાહી હાથધરી છે જેમાં બાયડ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી સગીરાનું અપહરણ કરનાર વારેણા ગામના જયદીપસિંહ ઉર્ફે જયેશ ફતેસિંહ ડાભીને છેલ્લા ચાર વર્ષથી ભોગ બનનાર સાથે ફરાર હતો.

બાતમીના આધારે મોડાસા બસ સ્ટેન્ડ પાસેથી ઝડપી લઇ બાયડ પોલીસને સુપ્રત કર્યો હતો શામળાજી અને હિંમતનગર બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહીબીશનના ગુન્હામાં ચાર વર્ષથી ફરાર રાજસ્થાન ખેરવાડાના ઉખેડી ગામના બંસીલાલ નેમાભાઈ ખરાડીને શામળાજી આશ્રમ ચોકડી પાસેથી દબોચી લીધો હતો

એલસીબી ટીમે શામળાજી નજીક રાજસ્થાનથી બાઈક પર વિદેશી દારૂની બોટલ નંગ-૧૨ કોથળમાં ભરી ખેપ મારી રહેલા ધનસુરાના સુનીલ દીપકભાઈ કોટવાળને ઝડપી પાડી તેમજ માલપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી જીતપુર ચોકડી પર કોથળામાં વિદેશી દારૂ ભરી ખુલ્લેઆમ વેચાણ કરી રહેલા મનોજ રમણભાઈ મારીવાડને દબોચી લીધો હતો.

પ્લાસ્ટિકની થેલીમાં વેચાણ અર્થે રાખેલ ક્વાંટરીયા નંગ-૧૩ જપ્ત કરી બંને બુટલેગરો પાસેથી મળેલ વિદેશી દારૂ અને બાઈક મળી કુલ.રૂ.૫૯૨૦૦/-નો  મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી  અમદાવાદના માધવપુરા વિસ્તારમાંથી અપાચે બાઈકની ચોરી કરી મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પસાર થતા રાજસ્થાન વીંછીવાડા મોદરના શંકર મનજી તબીયાડ નામના બાઈક ચોરને ચોરેલ બાઈક સાથે ઝડપી લીધો હતો


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.