અમદાવાદના અંદાજે ૪ લાખ લોકો ગામડામાં સ્થળાંત્તર કરી ગયા!!
રાંધણ ગેસ એેજન્સીઓના ગ્રાહકોની સંખ્યા ઘટતા ખબર પડી
(એજન્સી) અમદાવાદ, અમદાવાદ શહેરમાં કોરોનાના કેસો અને મોતનો આંકડો વધતો રહેવાની સાથે સાથે બીજી તરફ કોરોનાગ્રસ્ત દર્દીઓને હોસ્પીટલ્સમાં બેડ અને ઓક્સિજન પણ નહીં મળતા શહેરના લગભગ મોટાભાગના વિસ્તારમાંથી ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારના ઓછામાં ઓછા ચાર લાખ લોકો પોતાના નજીકના ગામડાઓ કહો કે માદરે વતન ચાલ્યા ગયા હોવાની ચોંકાવનારી માહિતી બહાર આવી છે.
અમદાવાદમાં રાંધણગેસના બાટલાઓની ડીલીવરી કરતા ગેસ એજન્સીના સંચાલકો દ્વારા આ માહિતી બહાર આવવા પામી છે. શહેરમાં એક અંદાજ મુજબ પ૮ થી ૬૦ જેટલી રાંધણગેસની એજન્સીઓ આવેલી છે. જેમાં ઈન્ડેીયન ઓઈલ કોર્પોરેશન (ઇન્ડેન), હિંદુસ્તાન પેટ્રોલીયમ (એચપી), અને ભારત પેટ્રોલીયમની એજન્સીઓનો સમાવેશ થવા જાય છે. આ ત્રણેય કંપનીઓની એજન્સીઓના ગ્રાહકોની કુલ સંખ્યા ૧૧ થી ૧ર લાખ જેટલી છે.
શહેરની આ એજન્સીઓના સંચાલકોએ એમ જણાવ્યુ હતુ કે ે કોરોનાના વધતા જતાં કેસો અને મોતના આંકડાઓ વાંચી સાંભળી ફેલાયેલોા ગભરાટ ચાલુ જ રહ્યો છે. એ સ્થિતિમાં પોતાના પરિવારના સભ્યને કોરોના થશે તો બચી નહીં શકાય એવા ભયથી અમારી એજન્સીના અનેક ગ્રાહકો પોતાના માદરે વતન એવા ગામડાઓમાં ચાલ્યા ગયા છે.
અમારી દરેક ગેસ એજન્સીઓના ગ્રાહકો પૈકી કોઈ એજન્સીમાં રપ થી ૩૦ ટકા લોકો અને સમૃધ્ધ વિસ્તારમાંથી પણ ૧૦ થી ૧ર ટકા લોકો ચાલ્યા છે. પરિણામે અમે રાંધણ ગેસ સિલીન્ડરના જેટલા સિલીન્ડર મંગાવતા હતા તેમાં પણ સરેરાશ ૩૦થી ૩પ ટકા કાપ આવી ગયો છે. આ સિલીન્ડર કાપ એટલે કે જે ગ્રાહક નિયમિત સિલિન્ડર મંગાવતા હતા તેમની ડીમાન્ડ બંધ થઈ ગઈ છે. જેની તપાસ કરતાં તેઓ વતન ચાલ્યા ગયા હોવાની જાણકારી પ્રાપ્ત થઈ હતી. તેમણે જણાવ્યુ હતુ કે રાંધણગેસના સિલિન્ડરની કોઈ તંગી નથી.