Western Times News

Gujarati News

અમદાવાદના અનેક વિસ્તારોમાં પીવાનું દુષિત પાણી આવતા હોબાળો

ઠેરઠેર મહિલાઓ રસ્તા પર ઉતરી આવીઃ ઉગ્ર રજુઆત કરવા છતાં કોઈ નિરાકરણ નહી આવતાં નાગરિકોમાં રોષ

(પ્રતિનિધિ) અમદાવાદ : મેટ્રો સીટીમાં અમદાવાદ શહેરનો સમાવેશ કરવામાં આવ્યો છે પરંતુ અમદાવાદ મ્યુનિ. કોર્પો. નાગરિકોને પાયાની સુવિધા આપવામાં સરેઆમ નિષ્ફળ નીવડયું છે જેના પરિણામે નાગરિકોમાં ભારે રોષ ફેલાયો છે આજે સવારથી જ શહેરના કોટ વિસ્તારમાં અનેક સ્થળો પર પીવાનું ગંદુ પાણી આવતા લોકોના ટોળે ટોળા રસ્તા પર ઉતરી આવ્યા છે અને કોર્પોરેશન વિરૂધ્ધ રોષ વ્યકત કરી રહયા છે.

અમદાવાદ શહેરનો વ્યાપ વધ્યો છે જેના પરિણામે કોર્પોરેશનની સેવાઓ પણ વિસ્તારવામાં આવી હોવાનો દાવો કરવામાં આવી રહયો છે. શહેરના જાધપુરમાં ર૪ કલાક આપવાનો પ્રોજેકટ ચાલી રહયો છે પરંતુ બીજીબાજુ અમદાવાદ શહેરના હાર્દ સમાન કોટ વિસ્તાર મ્યુનિ. કોર્પો.ની આવશ્યક સેવાઓ ખાડે ગઈ છે
જેના પરિણામે શહેરમાં રોગચાળો પણ વકરી રહયો છે અને ઠેરઠેર ગંદકીના ઢગ જાવા મળી રહયા છે. અમદાવાદ મ્યુનિ. કોર્પો. દ્વારા આવશ્યક સેવાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાના બદલે ટ્રાફિક સમસ્યા નિવારવા માટે કાર્યવાહી કરી રહયું છે. અમદાવાદ શહેરમાં અવારનવાર દુષિત પાણીની ફરિયાદો મળતી હોય છે

આ દુષિત પાણી પીવાથી પાણીજન્ય રોગચાળો પણ વકરે છે વારંવાર ફરિયાદ છતાં કોર્પોરેશનના તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી આજે સવારે પણ અમદાવાદ શહેરના કોટ વિસ્તારમાં અનેક સ્થળો પર અત્યંત દુર્ગંધ મારતુ પીવાનું પાણી આવતા લોકો ચોંકી ઉઠયા છે. અનેક સ્થળો પર દુષિત પાણી આવતા જ નાગરિકો ત્રાહિમામ પોકારી ગયા હતા

કેટલાક સ્થળો પર લોકો આ દુષિત પાણીની બોટલો ભરી રસ્તા પર ઉતરી આવ્યા હતા અને કેટલાક સ્થાનિક આગેવાનોએ આ અંગે મ્યુનિ. કોર્પો. સમક્ષ ઉગ્ર રજુઆત કરવા જણાવ્યું હતું. ખાસ કરીને મહિલાઓમાં ભારે રોષ જાવા મળતો હતો. આજે સવારથી જ વ્યાપક પ્રમાણમાં દુષિત પાણી આવવાના કારણે નાગરિકો પીવાના પાણી માટે વલખા મારતા જાવા મળતા હતાં. અમદાવાદ શહેરમાં વારંવાર દુષિત પાણીની ફરિયાદો છતાં તેનું કોઈ જ નિરાકરણ આવતું ન હતું

ગટરનું પાણી પીવાના પાણીની પાઈપલાઈનમાં મીક્ષ થઈ જતાં આ પરિસ્થિતિ સર્જાતી હોય છે. આજે સવારથી જ શહેરના અનેક વિસ્તારોમાં દુષિત પાણીના મામલે ભારે હોબાળો મચેલો છે અને તેના પડઘા બપોરે કોર્પોરેશનની કચેરીએ પડે તેવી સંપૂર્ણ શકયતા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.