અમદાવાદના અસારવા, ગોમતીપુર અને સરસપુરને રેડઝોન જાહેર કરાયા
અમદાવાદ , શહેરમાં કોરોનાના કેસરી સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે તેમજ છેલ્લા બે દિવસથી રોજ 200 કરતાં પણ વધારે કેસ કન્ફર્મ થયા છે શહેરના છ રેડઝોન વિસ્તારમાં કેસ ની સંખ્યામાં સહેજ પણ ઘટાડો થયો નથી જ્યારે આજે નવા ત્રણ વિસ્તારનો રેડઝોન માં સમાવેશ કરવામાં આવ્યો છે.શહેર ના અસારવા , ગોમતીપુર અને સરસપુર ને રેડઝોન માં સમાવવામાં આવ્યા છે.
અમદાવાદ શહેરમાં રેડઝોન વિસ્તાર ની સંખ્યા વધી ને નવ થઈ ગઈ છે. અગાઉ જમાલપુર, દરિયાપુર, દાણીલીમડા, બહેરામપુરા, શાહપુર અને ખાડિયા વોર્ડ ને રેડઝોન જાહેર કરવામાં આવ્યા હતા.
પરંતુ તંત્રની ઢીલી નીતિ ના કારણે અસારવા, ગોમતીપુર અને સરસપુર માં પણ ખૂબ જ મોટી સંખ્યામાં કોરોના પોઝિટિવ કેસ બહાર આવી રહયા છે. એક અંદાજ મુજન આ ત્રણ વોર્ડ માં વોર્ડદીઠ 100 કરતા પણ વધુ કેસ નોંધાયા છે. તેમજ રોજ 20 થી 25 નવા કેસ કન્ફર્મ થઈ રહ્યા છે. જેના કારણે આ વિસ્તારો ને પણ રેડઝોન જાહેર કરવાની ફરજ પડી છે.
નોંધનીય બાબત એ છે કે જે નવ વિસ્તાર ને રેડઝોન જાહેર કરવામાં આવ્યા છે. તેમાં વસ્તી ગીચતા નું પ્રમાણ વધારે છે. મ્યુનિ. કોર્પોરેશને કોરોના ની લડત શરૂ કરી તે સમયે આ વિસ્તારમાં સેનેટાઇઝ કામગીરી કરવામાં આવી નહતી.
આ તમામ વિસ્તારોમાં શ્રમજીવી વર્ગ ની વસ્તી વધારે છે તેમજ મોટાભાગના લોકો શાકભાજી કે અન્ય વસ્તુ ના છૂટક વેચાણ કરે છે. કોરોના ની લડત ના પ્રથમ તબક્કામાં આ વર્ગ સામે આંખ આડા કાન કરવામાં આવ્યા હતા તેમજ કોરોના માત્ર હવાઈ માર્ગ થી જ આવશે તેવી મનોવૃત્તિ સાથે કામ કરવામાં આવતું હતું.
અસારવા, ગોમતીપુર અને સરસપુર માં લોકડાઉન ના બીજા તબક્કામાં કેસ વધ્યા છે. જે તંત્ર ની નિષ્ફળતા સાબિત કરે છે. લોકડાઉન નું યોગ્ય પાલન કરાવવામાં અને શ્રમજીવી વર્ગ ની શારીરિક તપાસ માં થયેલ અસહ્ય વિલંબ ના કારણે આ ત્રણ વિસ્તાર પણ રેડઝોન માં આવી ગયા હોવાનું નિષ્ણાત માની રહયા છે.