અમદાવાદના આંત્રપ્રિન્યોર અલ્પેશ નિમાવતને રાજીવ ગાંધી એવોર્ડ
અમદાવાદ – ગત વર્ષે દિલ્હીમાં બિગેસ્ટ બ્રેવરી અને આંત્રપ્રિન્યોર અર્થ એવોર્ડ સેરેમનીમાં અમદાવાદના રોયલ ભારતી ગ્રુપના ચેરમેન અલ્પેશ નિમાવત ને ડોક્ટર એપીજે અબ્દુલ કલામ એવોર્ડ મળ્યો હતો. હવે એક વર્ષ બાદ ફરીથી તેમને આંત્રપ્રિન્યોર ક્ષેત્રમાં જ રાજીવ ગાંધી એવોર્ડ પ્રાપ્ત થયો છે જે અમદાવાદ માટે ગૌરવની બાબત છે.
ન્યુ દિલ્હી ખાતે અશોક હોટેલ ખાતે 22માં રાજીવ ગાંધી ગ્લોબલ એક્સલેન્સ એવોર્ડ ફાઉન્ડેશન દ્વારા આયોજિત એવોર્ડ ફંક્શનમાં અમદાવાદના જાણીતા આંત્રપ્રિન્યોર અલ્પેશ નિમાવતને ફાટેસ્ટ ગ્રોઇંગ બિઝનેસ ટાયકુન ઓફ ધોલેરા સર તરીકે રાજીવ ગાંધી ગ્લોબલ એક્સલેન્સ એવોર્ડ 2019 મળ્યો છે. આ એવોર્ડ તેમને ગુજરાતના ધોલેરા સરની પ્રચાર-પ્રસારની શ્રેષ્ઠ કામગીરી માટે મળ્યો છે. આ એવોર્ડ સેરેમનીમાં બોલીવુડ અને સ્પોર્ટ્સ ક્ષેત્ર ની હસ્તીઓ હાજર રહી હતી.
અલ્પેશ નિમાવતે જણાવ્યું હતું કે ધોલેરા સર એ દેશની શાન સમાન ભારતનું પ્રથમ અને દુનિયાનું સૌથી મોટુ પ્રિપ્લાન્ડ સ્માર્ટ સિટી બનવા જઈ રહ્યું છે જે દિલ્હી કરતા બમણું અને શાંઘાઈ કરતાં છ ગણું વધારે હશે. અહી એશિયાનું સૌથી મોટું એરપોર્ટ, ગાંધીનગર-અમદાવાદ-ધોલેરા મેટ્રો ટ્રેન, દહેજ-ભાવનગર 35 કિ.મી. બ્રિજ તેમજ અહી આર્થિક અને શિક્ષણ ક્ષેત્ર, આઇટી અને ઔદ્યોગિક હબ બનવા જઈ રહ્યું છે જેથી સમગ્ર દેશ આ પ્રોજેક્ટ માટે ગૌરવ લઈ શકે છે. ગવર્મેન્ટના પ્રોજેક્ટમાં રોકાણ કરવું સોનાની ખેતી સમાન છે. રોયલ ભારતી ગ્રુપ અહી વર્ષ ૨૦૦૭થી કામ કરે છે.
રોયલ ભારતીએ ધોલેરાની સૌથી મોટી કંપનીઓમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. કંપની ધોલેરા ફિલ્મ સિટી, સ્ટુડિયો એપાર્ટમેન્ટ જેવી તમામ સુવિધાઓ સાથેના કોમર્શિયલ પ્રોજેક્ટ્સ અને વૈભવી ફ્લેટ્સ વાજબી ભાવથી આપે છે. ઉત્કૃષ્ટ ગ્રાહક, સંતોષ અને સૌથી વધુ કલ્પનાશીલ ધોરણ સ્ટાફ, સામાજિક રીતે તેમજ પર્યાવરણીય રોયલ ભારતી ઈન્ફ્રા કોર્પ પ્રા. લિમિટેડ ગ્રાહકના સંતોષને પહોંચી વળવા હંમેશાં પ્રયત્નશીલ રહે છે.