અમદાવાદના આંબાવાડીમાં વધુ એક સોની લુંટાયો
(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં કથળેલી કાયદો વ્યવસ્થાની પરિÂસ્થતિના પગલે ચેન સ્નેચરો અને લુંટારુઓ બેફામ બની ગયા છે. દિવાળીના તહેવારો દરમિયાન લુંટારુ ગેંગોએ સોનીઓને ટાર્ગેટ બનાવ્યા હતાં અને શહેરમાં આવી અનેક ઘટનાઓ ઘટી હતી આ દરમિયાનમાં શહેરના આંબાવાડી વિસ્તારમાં પોલીટેકનીક પાસેથી જવેલર્સનો શો રૂમ બંધ કરી રાત્રે થેલામાં સોનાના દાગીના તથા રોકડ રકમ ભરી ઘરે પરત ફરી રહેલા વૃધ્ધને બાઈક સ્વારોએ આંતરી તેની પાસેથી થેલો લુંટી ફરાર થઈ જતા સનસનાટી મચી ગઈ છે. ઘટના સમયે એકત્ર થયેલા નાગરિકોએ પોલીસ કંટ્રોલને જાણ કરતા પોલીસ પણ સ્થળ પર આવી પહોંચી હતી પોલીસે સ્થળની આસપાસ લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાના કુટેજ પણ મેળવવાના શરૂ કર્યાં છે.
આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી ગંભીર પ્રકારના ગુનાઓ ખૂબ જ વધી ગયા છે. ખાસ કરીને ચેઈન સ્નેચીંગ અને નાગરિકોને લુંટતી ગેંગો સક્રિય બની છે. અમદાવાદ શહેરમાં દિવાળીના તહેવારો દરમિયાન લુંટની અનેક ઘટનાઓ ઘટી હતી જેમાં ખાસ કરીને જવેલર્સના શો રૂમમાં કામ કરતા કર્મચારીઓ અને તેના માલિકોને લુંટી લેવાની ઘટનાઓ બની હતી જેના પગલે પોલીસતંત્ર એલર્ટ થયું હતું જાકે શહેરમાં ચેઈન સ્નેચીંગની ઘટનાઓ હજુ પણ અવિરતપણે ઘટી રહી છે
જેના પરિણામે નાગરિકો અસલામતીની લાગણી અનુભવી રહયા છે. શહેરના આનંદનગર રોડ પર સેલ પેટ્રોલપંપ પાસે આનંદનગર સોસાયટીમાં રહેતા મહેન્દ્રભાઈ ચીમનલાલ શાહ નામના વૃધ્ધ જવેલર્સની શહેરના ગુલબાઈ ટેકરા પર જવેલર્સની દુકાન આવેલી છે અને નિત્યક્રમ મુજબ તેઓ સવારે શો રૂમ ખોલી ધંધો કરતા હતા બે દિવસ પહેલા તેઓ રાત્રિના ૮.૦૦ વાગ્યાની આસપાસ જવેલર્સનો શો રૂમ બંધ કરી દુકાનમાંથી કેટલાક દાગીના પોતાના થેલામાં ભરી ઘરે પરત જવા નીકળ્યા હતાં.
રાત્રે ૮.૩૦ વાગ્યાની આસપાસ મહેન્દ્રભાઈ શો રૂમમાંથી સોનાના દાગીના તથા રોકડ રકમ બેગમાં ભરી પોતાના ઘરે આનંદનગર જવા માટે નીકળ્યા હતા ત્યારે તેમનું એÂક્ટવા પાંજરાપોળ ચાર રસ્તાથી આગળ પોલીટેકનીક પાસે પહોચ્યુ હતું આ દરમિયાનમાં અચાનક જ રોંગ સાઈડમાં બાઈક પર બે બુકાનીધારી યુવકો ધસી આવ્યા હતા. મહેન્દ્રભાઈ કશું સમજે તે પહેલા બાઈક ચાલકોએ તેમનું બાઈક મહેન્દ્રભાઈની અેક્ટિવાની આગળ ઉભુ રાખી દેતા તેઓ ગભરાઈ ગયા હતા અને આ દરમિયાનમાં પાછળ બેઠેલો શખ્સ નીચે ઉતર્યો હતો.
મહેન્દ્રભાઈ કશું બોલે તે પહેલા જ બાઈક પરથી નીચે ઉતરેલા શખ્સે તેમના ગળામાં ભરાવેલો થેલો ખેંચી લીધો હતો જેના પગલે મહેન્દ્રભાઈએ બુમાબુમ કરી મુકી હતી પરંતુ બંને બુકાનીધારી લુંટારુઓએ થેલો લુંટી ગણતરીની સેંકડોમાં જ પાંજરાપોળ તરફ ભાગી છુટયા હતાં. મહેન્દ્રભાઈની બુમાબુમથી આસપાસના લોકો દોડી આવ્યા હતાં અને એક નાગરિકે પોલીસ કંટ્રોલને પણ જાણ કરી હતી રોડ પર જ મોટુ ટોળુ એકત્ર થઈ ગયું હતું. પોલીસ કંટ્રોલે તાત્કાલિક સ્થાનિક પોલીસને જાણ કરતા પોલીસ અધિકારીઓ પણ દોડી આવ્યા હતાં. પોલીસને મહેન્દ્રભાઈએ સમગ્ર હકીકત જણાવતા અધિકારીઓ પણ ચોંકી ઉઠયા હતાં.
થેલામાં સોનાના દાગીના તથા રોકડ રકમ હતી જે લુંટારુઓએ લુંટી ફરાર થઈ જતાં પોલીસ અધિકારીઓએ તાત્કાલિક આ અંગે વાહન ચેકિંગ શરૂ કર્યું હતું પરંતુ લુંટારુઓનો કોઈ પત્તો લાગ્યો ન હતો બીજીબાજુ પુછપરછકરતા મહેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે થેલામાં વીંટી, પેન્ડલ તથા રોકડ રકમ મળી કુલ રૂ.૩૮ હજારનો મુદ્દામાલ હતો. પોલીસે બીજે દિવસે સવારે ઘટના સ્થળની આસપાસ લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાના કુટેજ મેળવવાના પ્રયાસો શરૂ કર્યાં છે આ ઘટનાથી નાગરિકોમાં ભારે ફફડાટ ફેલાયો છે. એલીસબ્રીજ પોલીસે આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.