Western Times News

Gujarati News

અમદાવાદના આ સ્થળે થઈ રહ્યુ છે, કાર્બાઇડ ફ્રી ઉચ્ચ ગુણવત્તાની કેસર કેરીનું વેચાણ

ખેડૂતોને પ્રોસેસિંગથી નિકાસ સુધી જરૂરી તમામ મદદ પૂરી પાડવા રાજ્યસરકારનો પ્રોત્સાહક અભિગમ – કૃષિમંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ

દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાત સરકારના કૃષિ વિભાગના નિગમ ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ દ્વારા કેસર કેરી મહોત્સવ નું અમદાવાદ ખાતે આયોજન કરવામાં આવ્યું છે આ મહોત્સવનું 24 મે 2022થી 7 જૂન 2022 સુધી અમદાવાદના વસ્ત્રાપુરમાં સ્થિત હાટ ખાતે આયોજન કરેલ છે. આ મહોત્સવનું ઉદઘાટન રાજ્ય સરકારના કૃષિ મંત્રીશ્રી રાઘવજી પટેલ અને રાજ્યકક્ષાના મંત્રી મુકેશ પટેલના શુભ હસ્તે કરવામાં આવ્યું હતુ.

આ પ્રસંગે ઉપસ્થિત રાજ્યના કૃષિમંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે સંબોધન કરતા કહયું કે લોકોને કારબાઈડમુક્ત કેરી મળે અને ખેડૂતોને સારો ભાવ મળે તે હેતુથી આવા આયોજનો થાય છે. ચાલુ વર્ષે જુદા-જુદા કારણોથી કેરી સહિત અન્ય ખેત પેદાશોનું ઉત્પાદન ઓછું થયું, સરકારે ખેડૂતોને મુશ્કેલ સમયમાં પણ તમામ સહાય પૂરી પાડી છે.

પાંચ વર્ષમાં ટેકાના ભાવથી કેન્દ્ર અને રાજ્ય સરકારે સાથે મળીને 20 હજાર કરોડથી વધુની ખરીદી કરી છે. તાઉતે વાવાઝોડા વખતે પણ કેરી ઉત્પાદિત કરતા ખેડૂતોને હેક્ટર દીઠ એક લાખ રૂપિયાની નુકશાન સહાય આપવામાં આવી છે. આ સિવાય ખેડૂતોને પ્રોસેસિંગ અને નિકાસ માટે સરકાર જરૂરી તમામ મદદ કરે છે

પ્રાકૃતિક ખેતી માટે પણ સરકાર નો ખુબ જ પ્રોત્સાહક અભિગમ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને રાજ્ય સરકારના કૃષિ વિભાગ દ્વારા ખેડૂતોને ઉપયોગી તમામ પગલા લેવામાં આવી રહ્યા છે આવા મહોત્સવથી આવા મહોત્સવથી સૌને ફાયદો થાય છે જેથી નગરજનોને પણ મહોત્સવનો મહત્તમ લાભ લેવા કૃષિમંત્રી રાઘવજી પટેલે વિનંતી કરી છે.

આ પ્રસંગે ઉપસ્થિત રાજ્ય કક્ષાના મંત્રીશ્રી મુકેશભાઈ પટેલે પણ ઉદબોધન કરતાં જણાવ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ એ કૃષિ મહોત્સવની શરૂઆત કરાવી પહેલા ખેડૂતો એક જ પ્રકારનો પાક લેતાં પરંતુ કૃષિ વૈજ્ઞાનિકોને કારણે આજે અલગ અલગ સિઝનમાં વિવિધ પાકો લેતા થયા છે. ટેકાના ભાવે ખરીદીમાં પણ સરકારે ઉદાર વલણ દાખવ્યું છે. સરકાર ખેડૂતોને અન્યાય નહીં કરે તેવી જવાબદારી લે છે.

અમદાવાદના નગરજનોએ પણ આ મહોત્સવમાં કેસર કેરીની ખરીદીની તક ઝડપી હતી. મહોત્સવમાં હાજર રહેલા અમદાવાદની ગૃહિણીઓએ કેરી ખરીદી અને પ્રતિભાવ આપ્યો કે અહીંથી તેમને સારા ભાવે ગુણવત્તાયુક્ત કેસર કેરી મળે છે જેથી તેઓ દર વર્ષે આ જ સ્થળ પરથી કેરીની ખરીદી કરે છે. જો કે કોરોનાકાળના 2 વર્ષ આ કેસર કેરી મહોત્સવ મૂલવી રખાયો હતો.

હાજર ખેડૂતોએ પણ મંત્રીઓ અને અધિકારીઓ સહિત તમામ લોકો સમક્ષ પ્રતિભાવ આપતા કહ્યું કે દલાલ અને વચેટીયાઓની ચુંગાલમાંથી તેઓ છૂટ્યા છે. અને આ પ્રકારના મહોત્સવથી તેમને કેરીના સારા ભાવ મળ્યા છે. સાથે જ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના ખેડૂતોની આવક બમણી કરવાના લક્ષ્યાંકને પણ આ જ રીતે પૂરો કરી શકાશે તેવો પણ ખેડૂત મિત્રે જણાવ્યું.

આ મહોત્સવમાં અમદાવાદ હાર્ટ ખાતે સૌરાષ્ટ્ર તેમજ કચ્છ જિલ્લાના ખેડૂતો દ્વારા કાર્બાઇડ ફ્રી કેસર કેરીનું અમદાવાદના લોકો ને સીધું વેચાણ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત આ વર્ષે પ્રાકૃતિક કૃષિ અને એસટીના ખેડૂતોને પણ માર્કેટિંગ પ્લેટફોર્મ પૂરું પાડવા માટે સ્ટોર ફાળવવામાં આવ્યા છે અભિગમને કારણે ખેડૂતોને વળતર માત્ર ૩૦થી ૩૫ ટકાનો વધારો મળ્યો છે.

કેસર કેરી મહોત્સવના ઉદ્ઘાટન પ્રસંગે અમદાવાદના મેયર શ્રી કિરીટભાઈ પરમાર, કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી મુકેશ પૂરી તેમજ ગુજરાત એગ્રોના મેનેજિંગ ડિરેક્ટર ડી.કે. પારેખ દ્વારા અમદાવાદના નગરજનોને કાર્બાઇડ ફ્રી ઉચ્ચ ગુણવત્તાની કેસર કેરી ખરીદવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. આ કેરી મહોત્સવ 24 મેથી 7 જૂન સુધી દરરોજ સવારે 9:00 થી રાત્રે 8:00 સુધી ખુલ્લો રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.