Western Times News

Gujarati News

અમદાવાદના એસજી હાઇવેથી એરપોર્ટ સુધીની BRTS બસ સેવા ફરી શરૂ થશે

Files Photo

અમદાવાદ, કોરોનાથી રાહત મળતાં હવે ૧૦૦ ટકા હવાઈ સેવાઓ ફરી શરૂ થશે, જેથી અમદાવાદ એરપોર્ટ પર પ્રવાસીઓને સસ્તા દરે ટ્રાન્સપોર્ટેશન મળી રહે એના માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એસજી હાઇવેથી એરપોર્ટ સુધી બીઆરટીએસ શટલ બસ સેવા જે છેલ્લાં ત્રણ વર્ષથી બંધ કરી દેવામાં આવી હતી, એને ફરી શરૂ કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ અને એરપોર્ટ ઓથોરિટી વચ્ચે યોજાયેલી બેઠકમાં આ સેવા ફરી ચાલુ કરવામાં આવશે. ડોમેસ્ટિક એરપોર્ટ પરથી કેટલાક પેસેન્જરોને હવે ટેક્સી અથવા રિક્ષા ભાડું મોંઘું પડી રહ્યું છે, જેથી તેઓ એરપોર્ટથી સામાન લઈ બહાર સુધી ચાલતા આવે છે, જેથી મુસાફરોને ફરી આ સેવા મળી રહે એના માટે આ સેવા ફરી ચાલુ કરાશે. જાેકે આ બસના રૂટમાં થોડો ફેરફાર કરી હવે એને બીઆરટીએસના રૂટ પર જ ચલાવવામાં આવશે.

યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા મુજબ, એરપોર્ટ બસ શટલ સેવા કર્ણાવતી ક્લબથી ઇસ્કોન સર્કલ, જાેધપુર ચાર રસ્તા, શિવરંજની, હિંમતલાલ પાર્ક, હેલ્મેટ ચાર રસ્તા, શાસ્ત્રીનગર, અખબારનગર, શાહીબાગ થઇ એરપોર્ટનો રૂટ નક્કી કરવામાં આવ્યો છે.

૧૫ જેટલી સીસીટીવી સર્વેલન્સ અને એનાઉન્સમેન્ટ સાથેની ઇલેક્ટ્રિક એસી બસો આ ૧૯ કિલોમીટરના રૂટ પર દોડાવવામાં આવશે. સવારે ૬થી રાતે ૧૧ વાગ્યા સુધીમાં દર ૩૦ મિનિટે બસની ફ્રિકવન્સી રહેશે. એરપોર્ટ પર પિકઅપ પોઇન્ટ પર જ ટિકિટબારી બનાવવામાં આવશે. મુસાફરોએ ૫૦ રૂપિયા ભાડું ચૂકવવાનું રહેશે.

વર્ષ ૨૦૧૭માં એસજી હાઇવે પર કર્ણાવતી ક્લબથી એરપોર્ટ સુધીની આ મ્ઇ્‌જી બસ સેવા શરૂ કરવામાં આવી હતી. દૈનિક એક લાખની ખોટ કરતી હતી. પશ્ચિમ વિસ્તારમાંથી આ બસના રૂટના અણઘડ આયોજનને કારણે પેસેન્જનરો મળતા નહોતા. એરપોર્ટ ઓથોરિટી અને મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી, જેમાં ફરી સેવા ચાલુ કરવાનો ર્નિણય લેવાયો છે. દિવાળી પહેલાં મુસાફરોને બસની સુવિધા મળી રહે એવું આયોજન કરવામાં આવ્યું છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.