અમદાવાદના કર્ફ્યુ ગ્રસ્ત વિસ્તારોની તસવીરો
અમદાવાદ શહેરના કોટ વિસ્તારમાં બુધવારે સવારે 6.00 કલાકથી કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો હતો. કોરોનાના કહેર વધુ ફેલાય નહિં તે માટે અમદાવાદના હોટસ્પોટ ગણાતાં વિસ્તારોમાં 21મી સુધી કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો છે. અમદાવાદમાં શહેરનો દેશમાં કોરોનાના કેસમાં પાંચમો ક્રમ આવે છે અને ખાસ કરીને અમદાવાદનાે કોટ વિસ્તાર હોટ સ્પોટ બની ગયો છે. જેના કારણે 21મી સુધી કર્ફયુ નાંખવાની તંત્રને ફરજ પડી હતી.
જો કે બપોરના સમય દરમ્યાન માત્ર સ્ત્રીઓને દૂધ, શાકભાજી અને અન્ય જીવન જરૂરી ચીજ વસ્તુઓની ખરીદી કરવાની છૂટ આપવામાં આવી હતી. તમામ તસવીરોઃ જયેશ મોદી, અમદાવાદ