અમદાવાદના કેટલાંક વિસ્તારોમાં ઝાડા ઉલ્ટી- કમળાનો રોગચાળો વકર્યો
સરસપુર, બહેરામપુરા, વટવા, બાપુનગર સહિતના વિસ્તારોમાં ઝાડા ઉલ્ટી- કમળાના કેસો વધ્યા
(પ્રતિનિધિ) અમદાવાદ, સ્માર્ટસીટી અમદાવાદમાં પાણી અને મચ્છરજન્ય રોગચાળાએ માથુ ઉચક્યુ છે. મ્યુનિ. હેલ્થ વિભાગ દ્વારા પ્રિ-મોન્સુન એકશન પ્લાનની તૈયારી પૂર્ણ કરવામાં આવી હોવાના દાવા થઈ રહયા છે, જયારે બીજી તરફ વરસાદના આગમન પહેલા જ ઝાડા ઉલ્ટી,
કમળો, ડેન્ગયુ અને ચીનકગુનિયા જેવા જીવલેણ રોગના કેસ ચિંતાજનક હદે વધી રહયા છે. શહેરના વટવા, બહેરામપુરા, ગોમતીપુર, અસારવા, કુબેરનગર સહીતના વિસ્તારોમાં પાણીજન્ય રોગચાળાનો આતંક જાેવા મળી રહયો છે.
શહેરના પૂર્વપટ્ટામાં પાણીજન્ય રોગચાળો વકરી રહયો છે.
મ્યુનિ. કોર્પોરેશનના દક્ષિણ ઝોન, ઉતર તેમજ પૂર્વ ઝોનમાં ઝાલા ઉલ્ટી અને કમળાનો રોગ વકરી રહયો છે. દક્ષિણ ઝોનમાં ઝાડા ઉલ્ટીના ૧૦૭૧, કમળાના ર૧૮, ટાઈફોઈડના ૧૯પ અને કોલેરાના ૦પ કેસ કન્ફર્મ થયા છે. પૂર્વ ઝોનમાં ઝાડા ઉલ્ટીના ૪પર, કમળાના ૧૦૮ અને ટાઈફોઈડના ર૦૩ કેસ નોંધાયા છે.
જયારે ઉતર ઝોનમાં ઝાડા ઉલ્ટીના પ૧૭, કમળાના ર૧૩ અને ટાઈફોઈડના ૧૬પ કેસ નોંધાયા છે. વોર્ડ મુજબ જાેવામાં આવે તો વટવા વોર્ડમાં ઝાડા ઉલ્ટીના ૩૬૧ કમળાના ૧૦૭ અને ટાઈફોઈડના ૯૩ કેસ નોંધાયા છે.
ગોમતીપુરમાં ઝાડા ઉલ્ટીના ૧૩૦, કમળાના ૩ર અને ટાઈફોઈડના ૧ર૯ કેસ, બહેરામપુરામાં ઝાડા ઉલ્ટીના ર૪૩ તથા કમળાના ૩૬, બાપુનગરમાં ઝાડા ઉલ્ટીના ૧પ૭ તેમજ કમળાના ૪૭, સરસપુર વોર્ડમાં ઝાડા ઉલ્ટીના રરર તથા કમળાના પર કેસ ચાલુ વર્ષ દરમ્યાન નોંધાયા છે. ચોમાસાની સીઝનમાં પાણીજન્ય રોગચાળાના કેસની સંખ્યા બમણી થવાની દહેશત નિષ્ણાતો વ્યકત કરી રહયા છે.
શહેરમાં પાણીજન્ય રોગચાળાની સાથે સાથે મચ્છરજન્ય રોગચાળાએ પણ માઝા મુકી છે. શહેરમાં ડેન્ગ્યુ અને ચીકનગુનિયાના કેસમાં અસામાન્ય વધારો જાેવા મળ્યો છે. ચાલુ વર્ષ દરમિયાન ચીકનગુનિયાના ૧ર૩ અને ડેન્ગ્યુના ૬૭ કેસ નોંધાયા છે.
શહેરના ઉતર પશ્ચિમ ઝોનમાં ચીકનગુનિયાના ર૩ જયારે ઉત્તર ઝોનમાં ર૪ કેસ કન્ફર્મ થયા છે. ચોમાસાની સીઝન અગાઉ મેલેરિયા વિભાગ તરફથી યોગ્ય કાળજી લેવામાં આવતી ન હોવાથી ૪પ ડીગ્રી ગરમીમાં પણ મચ્છરજન્ય રોગચાળો બેફામ બન્યો હતો મેલેરિયા વિભાગે પ્રિ-મોન્સુન પ્લાન અંતર્ગત ઘરે ઘરે ફોગીંગ અને આઈઆર સ્પ્રેના નામે કરોડો રૂપિયાનું આધણ કર્યું છે તેમ છતાં ચોમાસામાં પણ મચ્છરજન્ય રોગચાળો વકરી શકે છે તેમ સુત્રોએ વધુમાં જણાવ્યું હતું.