અમદાવાદના કોટ વિસ્તારમાં કેરળ-કર્ણાટક કરતા પણ વધુ કેસ
જમાલપુર વોર્ડ પંજાબ-હરિયાણા કરતા કેસની સંખ્યામાં આગળ ઃ રપ રાજ્યોમાં મધ્યઝોન કરતા ઓછા કેસ
અમદાવાદ, અમદાવાદ શહેરમાં કોરોના કેસનો વિસ્ફોટ થયો છે. તથા માત્ર ૪૮ કલાકમાં જ કોરોના દર્દીઓની સંખ્યા બમણી થઈ છે. સેમ્પલની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો હોવાથી કેસની સંખ્યા વધી રહી છે તેવા કારણો મ્યુનિ. કમિશ્નર આપી રહ્યાં છે. પરંતુ વાસ્તવિક પરિÂસ્થતિ અલગ જ છે. કોરોના મામલે તંત્ર ઘણું મોડું જાગ્યું હતું. તથા લોકડાઉન અને કરફ્યુનો અમલ કરાવવામાં પણ સરકાર નિષ્ફળ સાબિત થઈ છે. મ્યુનિ. કમિશ્નરે માર્ચના પહેલા અને બીજા વીકમાં કોરોના અંગે જે દાવા કર્યા હતા તે પોકળ સાબિત થયા છે તથા અડધી-અધૂરી તૈયારી સાથે કોરોનાને મ્હાત કરવાના પ્રયાસ થઈ રહ્યાં છે. નાગરિકોની બેદરકારી જેટલી જ ગંભીર બેદરકારી તંત્ર દ્વારા પણ દાખવવામાં આવી છે
જેના કારણે અમદાવાદ શહેરમાં કોરોના દર્દીઓની સંખ્યા ૧૧૬૭ થઈ છે જ્યારે માત્ર કોટ વિસ્તારમાં જ કેરળ અને કર્ણાટક જેવા રાજ્યો કરતા વધારે કેસ નોંધાયા છે. વિશ્વના ર૦૦ કરતા વધુ દેશોને બાનમાં લેનાર કોરોના વાયરસે અમદાવાદ શહરેમાં રીતસર આતંક મચાવ્યો છે. દેશની આર્થિક રાજધાની મુંબઈ પછી અમદાવાદમાં સૌથી વધુ પોઝિટિવ કેસ કન્ફર્મ થયા છે. અમદાવાદ શહેરમાં માત્ર ૪૮ કલાકમાં જ કોરોના કેસની સંખ્યા બમણી થઈ છે. જ્યારે કોટ વિસ્તાર “કોરોના” જ્વાળામુખીની ટોચ પર બેઠો હોય તેમ લાગી રહ્યું છે. ર૦ એપ્રિલ સવારે ૧ર વાગ્યા સુધીના રિપોર્ટ મુજબ શહેરના ૧૧૬૭ કેસ પૈકી મધ્યઝોનમાં જ પપ૯ કેસ નોંધાયા છે જ્યારે દક્ષિણ ઝોનમાં ૩પ૩ કેસ પોઝિટિવ જાહેર થયા છે. શહેરના કુલ કેસ પૈકી લગભગ ૮૦ ટકા કેસ મધ્ય અને દક્ષિણ ઝોનમાં કન્ફર્મ થયા છે.
ચોંકાવનારી બાબત એ છે કે દેશના કેરળ, કર્ણાટક, પશ્ચિમ બંગાળ જેવા અનેક રાજ્યો કરતાં કોટ વિસ્તારમાં કોરોના દર્દીઓની સંખ્યા વધારે છે. દેશનો પ્રથમ કોરોના કેસ કેરળમાંથી આવ્યો હતો તથા લોકડાઉન જાહેર થયું તે સમયે દેશમાં સૌથી વધુ કેસ કેરળ રાજ્યમાં હતા. જ્યારે ર૦ એપ્રિલના આંકડા મુજબ કેરળમાં ૪૦૧ કેસ નોંધાયા છે. જ્યારે કર્ણાટકમાં ૩૯પ, જમ્મુ-કાશ્મીરમાં ૩પ૪, પશ્ચિમ બંગાળમાં ૩૩૯, હરિયાણામાં રપ૦ અને પંજાબમાં રપ૦ કેસ કન્ફર્મ થયા છે. આ તમામ રાજ્યોમાં અમદાવાદ શહેર કરતા પહેલા કોરોનાનું આગમન થયું હતું. પરંતુ નકકર અને વાસ્તવિક કામગીરીના કારણે નવા કેસની સંખ્યામાં ઘટાડો થયો છે. જ્યારે અમદાવાદનાં કોટ વિસ્તારમાં જ આ તમામ રાજ્યો કરતા વધારે કેસ નોંધાયા છે. ચિંતાજનક બાબત એ છે કે મધ્યઝોનના જમાલપુર વોર્ડમાં પંજાબ અને હરિયાણા જેવા રાજ્યો કરતા વધારે કેસ નોંધાયા છે.
શહેરના કોટ વિસ્તારમાં દરિયાપુર અને જમાલપુર હોટ સ્પોટ બની ગયા છે. જમાલપુરમાં રપ૦ કરતા વધારે કેસ જાહેર થયા છે. ૧૯ તારીખે જમાલપુર વોર્ડના મહાજનવાડા વિસ્તારમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં કેસ જાહેર થયા હતા. ૧૯ એપ્રિલ સવારે ૧ર વાગ્યા સુધીના રીપોર્ટ મુજબ ઝોનના જમાલપુર વોર્ડમાં ર૧૪, ખાડીયામાં ૯૯, દરિયાપુરમાં ૯૯, શાહીબાગમા ૦૬, શાહપુરમાં ર૪, તથા અસારવામાં ૦૮ કેસ નોંધાયા હતા. ત્યારબાદ દરિયાપુર, જમાલપુર અને અસારવાર વોર્ડમાંથી મોટી સંખ્યામાં કેસ બહાર આવ્યા હતા તથા આગામી દિવસોમાં પણ કેસ વધવાની દહેશત મ્યુનિ. કમિશ્નર જ વ્યકત કરી રહ્યાં છ ે. અમદાવાદ શહેરમાં વધી રહેલા કેસ માટે સેમ્પલની સંખ્યામાં વધારો થવાના કારણ આપવામાં આવે છે.
જે બાબત નકારી શકાય તેમ નથી. સાથે સાથે સ્થાનિક નાગરિકો અને તંત્રની બેદરકારી પણ મુખ્ય કારણ છે. જેના કારણે જ માત્ર કોટ વિસ્તારમાં કેરળ, કર્ણાટક, પશ્ચિમ બંગાળ, હરિયાણા, પંજાબ સહિત લગભગ રપ રાજ્યો કરતા વધારે કેસ નોંધાયા છે. શહેરમાં કોરોના સામેની લડત શરૂ કરવામાં ઘણો જ વિલંબ થયો હતો તથા આંતરરાજ્ય પ્રવાસીઓ તરફ ધ્યાન આપવામાં આવ્યું ન હતું જેના કારણે પણ કેસ વધી રહ્યાં હોવાનું સૂત્રો માની રહ્યાં છે.