અમદાવાદના જગતપૂર રોડ પર બોગસ કોલ સેન્ટર પકડાયું
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/05/Call-center.jpg)
Files Photo
અમદાવાદ: શહેરમાં કોલસેન્ટર પકડાવવાનો સિલસિલો ચાલુ જ છે અમદાવાદ માં વધુ એક ગેરકાયદેસર ચાલતા કોલ સેન્ટર નો પર્દાફાશ સાયબર ક્રાઇમ એ કર્યો છે. શહેરના જગતપૂર રોડ પર આવેલ વિષ્ણુ ધારા ગાર્ડન નામની બિલ્ડિંગ માં ઇન્ટરનેશનલ કોલ સેન્ટર ચાલી રહ્યું હોવાની બાતમીના આધારે પોલીસે રેડ કરી હતી અને ત્રણ આરોપીએની ધરપકડ કરવામાં આવી હતી.
આ આરોપીઓ મેજિક જેક સોફ્ટવેર નો ઉપયોગ કરી વિદેશી નાગરિકો ને ફોન કરીને લોન આપવાની લાલચ આપતા હતા અને જે નાગરિક નો ક્રેડિટ સ્કોર ઓછો હોય તે વધારી આપવાની લાલચ આપી તેમની પાસેથી રૂપિયા પડાવતા હતા.
સાયબર પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરીને મોબાઈલ, લેપટોપ અને મેજિક જેક સોફ્ટવેર સહિત કુલ ૮૧ હજારનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ શરૂ કરી છે, જ્યારે આરોપીઓ વિદેશી નાગરિકોને ઝડપી લોન થઈ જશે, એમ કરીને વાતમાં લાવતા હતા અને જે બાદ પૈસા પડાવતા હતા, ત્યારે પોલીસે આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.આ ઘટનાથી ચકચાર મચી છે.