અમદાવાદના ઢેઢાલ ગામે ઝાડ પર અચાનક વીજળી પડી
ઝાડ બળીને ખાખ થયું હતુંઃ વીજળીનાં કારણે ઝાડ ઉપર આગ લાગી હતી
|
અમદાવાદ: શહેર અને આજુબાજુના ગામમાં સાંજે ગાજ વીજ સાથે સામાન્ય વરસાદ થયો છે. અમદાવાદ જિલ્લાના ઢેઢાલ ગામે વીજળી પડી હતી. ઢેઢાલ ગામમાં વર્ષો જૂનું લીલુંછમ ઝાડ હતું. તેની પર અચાનક જ વીજળી ઝાડ ઉપર પડી હતી. જેના કારણે ઝાડ બળીને ખાખ થયું હતું. જાકે વીજળીનાં કારણે ઝાડ પર આગ લાગી હતી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. આ દુર્ઘટના સર્જાઈ તે પહેલા હવામાન વિભાગે આગાહી કરી હતી કે, ગાજવીજ સાથે વરસાદ થશે. ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવે ત્યારે લોકોએ પણ સતર્ક રહેવું જાઈએ.
સામાન્ય રીતે વરસાદ આવે ત્યારે લોકો ઝાડ નીચે ઉભા રહેતા હોય છે. પરંતુ વીજળી થતી હોય ત્યારે વૃક્ષનો સહારો લેવો જાઈએ નહીં. આ દ્રશ્યોમાં પણ જાઈએ શકાય છે કે, વર્ષો જૂનું વૃક્ષ સેકન્ડમાં બળીને ખાખ થઈ ગયું. વીજળી પડી તેના કારણે વૃક્ષ પર આગ લાગી હતી. વીજળીના કડાકાથી લોકો પણ ડરી ગયા હતા. જાકે મોડી સાંજે ભારે ગાજ વીજ થઈ રહી હતી.
વીજળી શરૂ થતાં થોડી મિનિટોમાં ઢેઢાલ ગામમાં વીજળી પડી હતી. જાકે વીજળી એક ઝાડ પર પડી હતી.પણ વીજળીના કારણે વૃક્ષ પર આગ જાઈને લોકો અચંબિત થયા હતા. વીજળી પડ્યા બાદ વૃક્ષ બળીને ખાખ થઈ ગયું છે. મહત્વનું છે કે, હવામાન વિભાગ દ્વારા આગાહી પણ કરવામાં આવી છે. અમદાવાદ શહેર સહિત રાજ્યના કેટલાક ભાગોમાં સામાન્યથી મધ્યમ વરસાદ થશે. ૨૯ ૩૦ તારીખે ભારે વરસાદની અગાહી કરી છે. વલસાડ, નવસારી, ભાવનગર, દિવ અને દાદરાનગર હવેલી ભારે વરસાદની આગાહી છે.
તેમજ આણદ, ખેડા, દાહોદ, પંચમહાલ, રાજકોટ, બોટાદ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, કચ્છ વરસાદની અગાહી આપવામાં આવી છે. ૩૦ જૂનના અમદાવાદ, મહીસાગરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.