અમદાવાદના તમામ પોલીસ સ્ટેશનમાં દારૂ-જુગારના ઘણાં કેસ નોંધાયાઃ બુટલેગર્સ ભૂગર્ભમાં
દારૂ જુગારના કેસ કરવા માટેે પોલીસ સફાળી જાગી
કન્ટેનરમાં દારૂનો જંગી જથ્થો રામોલ પોલીસે ઝડપી પાડ્યો
રામોલ પોલીસને બાતમી મળી હતી કે રામોલ રીંગરોડ ટોલટેક્ષ પાસેના પાર્કિંગમાં એક કન્ટેનર ઉભુ છે જેમાં લાખો રૂપિયાના દારૂનો જથ્થો પડયો છે. બાતમીનાઆધારે રામોલ પોલીસે ઘટનાસ્થળે પહોંચી હતી. જ્યાં કન્ટેનરમાં બેઠેલા સુનિલ નાઈ, વિકાસ જાટ અને નરેશ સોની (તમામ રહેવાસી રાજસ્થાન) ની અટકાયત કરી લીધી હતી.
કન્ટેનર ખોલીને તપાસ કરી તો તેમાં પાર્સલોની આડમાં દારૂનો જથ્થો છુપાવેલો હતો. રામોલ પોલીસે દારૂની પપર બોટલો જપ્ત કરીને ત્રણ લોકોની ધરપકડ કરી હતી. પોલીસે ર.૭૬ લાખના દારૂ તેમજ ૧પ લાખ રૂપિયાનું કન્ટેનર જપ્ત કરીને વધુ ત્રણ આરોપીઓને પકડવા માટેની તજવીજ શરૂ કરી છે.
આ સિવાય બીજી તરફ અમરાઈવાડી પોલીસે પણ દારૂની ૭ર બોટલો સાથે રવિ શર્મા અને પિયુષ ઠાકોરની ધરપકડ કરી છે. રવિ અને પિયુષ ટુ-વ્હીલર પર દારૂની હેરફેર કરવાના છ ેએવી બાતમીે અમરાઈવાડી પોલીસનેે મળી હતી. જેના આધારે વૉચમાં ઉભા રહીને બંન્ને જણાને દારૂના જથ્થો સાથે ઝડપી પાડ્યા છે.
(એજન્સી) અમદાવાદ, ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ ઠેર ઠેર બુટલેગર્સ દારૂનો ધંધો બિન્ધાસ્ત કરે છે. જેની પાછળનું કારણ પોલીસ કર્મચારીઓની ભ્રષ્ટનીતિ છે. પોલીસ કર્મચારી ગમે એવા કડક અને પ્રામાણિક છાપ ધરાવતા હોય, પરંતુ તેમના ઉપરી અધિકારીઓ જ જ્યારે લાંચલેવામાં વિશ્વાસ કરતાં હોય ત્યારે કર્મચારીઓની પ્રામાણિક્તા પણ કામે નથી લાગતી.
પરંતુ જ્યારેે ઉપરી અધિકારી જ પ્રામાણિક હોય તો કર્મચારીઆ ગમે એવા ભ્રષ્ટ હોય, પરંતુ તેઓએે પ્રામાણીક બનીને પોતાની ફરજ નિભાવવી પડતી હોય છે. આવી જ કંઈક સ્થિતિ હાલ અમદાવાદ સહિત ગુજરાતમાં સર્જાઈ છે. જેના કારણે દારૂના કેસો કરવામાં નિંદ્રાધીન થઈ ગયેલી પોલીસ અચાનક જ જાગી ગઈ છે.
પોલીસની અસરકારક કામગીરીના કારણે બુટલેગર્સ બીલમાં ઘુસી ગયા છે. થોડા દિવસ પહેલાં પ૦ આઈપીએસ અધિકારીઓની બદલી થઈ હતી. જ્યારે ર૦ ડીવાયએસપી ને પ્રમોશન આપવામાં આવ્યા હતા. આ બદલીઓ બાદ ગુજરાતમાં દારૂના ધંધાનું ચિત્ર એકાએક બદલાઈ ગયુ હતુ.
જેની પાછળનું સૌથી મોટુ કારણ આઈપીએસ અધિકારી નિર્લિપ્ત રાય છે. નિર્લિપ્ત રાય અમરેલીના એસપી તરીકે ૩ વર્ષ ૯ મહિના સુધી પોતાની ફરજ બજાવી જેના કારણે અમરેલીમાં ગુનાખોરીનો અંત આવી ગયો હતો. નિર્લિપ્ત રાય કડક અને પ્રામાણિક અધિકારી તરીકેની છાપ ધરાવતા હોવાથી કેટલાક ભ્રષ્ટ પોલીસ અધિકારી કે કર્મચારીઓની આંખમાં કણાની જેમ ખુૃંચે એ સ્વાભાવિક જ છે. નિર્લિપ્ત રાયના કારણે ગુનેગારો તો ઠીક પણ પોલીસ કર્મચારીઓ પણ ડરે છે.
નિર્લિપ્ત રાય ે સ્ટેટ મોનિટરીંગ સુેલના એસપી તરીકે ચાર્જ સંભાળતાની સાથે જ સ્થાનિક પોલીસ તેમજ ક્રાઈમ બ્રાંચ એલર્ટ થઈ ગયા છે. અને દારૂ જુગારના અડ્ડા બંધ કરાવવા માટે ઠેર ઠેર પોતાની કામગીરી શરૂ દીધી છે.