અમદાવાદના તમામ સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટની કિંમત ફરીથી રૂા.૧૦/- કરવામાં આવી
અમદાવાદ, પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન પર તમામ સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટ કિંમત ૦૭ એપ્રિલ ૨૦૨૨ થી રૂા. ૧૦/- રહેશે. કોવિડ-૧૯ ના વધતા જતાં કેસોને જાેતાં કોવિડ-૧૯ ના ફેલાવાને રોકવા માટે
અને તમામ રેલવે સ્ટેશનો પર બીનજરૂરી ભીડ ને નિયંત્રિત કરવાના ઉદ્દેશ્યથી તારીખ ૧૮ જાન્યુઆરી, ૨૦૨૨ થી ડિવિઝનના અમદાવાદ, ગાંધીધામ, પાલનપુર,
મહેસાણા ભુજ, મણીનગર તેમજ સાબરમતી સ્ટેશનો પર હંગામી ધોરણે પ્લેટફોર્મ ટિકિટ કિંમત રૂા. ૧૦/- થી વધારીને ૩૦/- કરવામાં આવી હતી તેને ફરી ઘટાડીને મંડળના તમામ સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટ કિંમત રૂ. ૧૦/- કરવામાં આવી છે.