અમદાવાદના પરિવારને તારાપુર નજીક નડ્યો અકસ્માત, માતાનું મોત, દિકરો ગંભીર
ધર્મજ હાઈવે પર ઇકો ગાડી સાથે ટ્રક ચાલકે ધર્મજ તરફ થી રોંગસાઇડ પર પૂરઝડપે આવી અકસ્માત કર્યો
અમદાવાદ, 31-08-2011 ના રોજ સવારે ૯ વાગ્યાના સુમારે તારાપુર ધર્મજ હાઈવે પર તારાપુર પાસે ની મોટી કેનાલ પાસે ઇકો ગાડી સાથે ટ્રક ચાલકે ધર્મજ તરફ થી રોંગસાઇડ પર પૂરઝડપે આવી અકસ્માત કરતા ઈકો ગાડીમાં સવાર મહિલાનું સારવાર દરમિયાન મોત થયું હતું. જ્યારે એક આંઠ વર્ષીય બાળક ગંભીર હોઇ સારવાર અર્થે કરમસદ મેડિકલ ખાતે દાખલ કરવામાં આવેલ છે.
મળતી માહિતી અનુસાર ખેડા જીલ્લાના મહીસા તા. મહુધા હાલ અમદાવાદ ઘોડાસર રહેતા હિતેશકુમાર કિર્તીભાઈ કાછિયા પોતાના તથા પોતાના ભાઈના પરિવાર સાથે વિરસદ બહેનને ત્યાં જવા મિત્રની ઇકો ગાડી લઈને સવારે આઠ વાગ્યે અમદાવાદથી નીકળ્યા હતા.
સવારે નવેક વાગ્યાના સુમારે તારાપુર ધર્મજ હાઈવે પર આવેલ તારાપુર પાસે ની મોટી કેનાલ પર ટ્રક નંબર જી.જે ૧૪ એક્સ ૮૬૪૦ ના ચાલે છે પૂર ઝડપે ધર્મજ તરફ થી રોંગ સાઈડે આવી ઇકો ગાડી નંબર જીજે. ૨૭ ઠ ૮૩૬૩ ના આગળના ભાગે અથડાવી હતી.
પુરઝડપે રોંગ સાઇડ પર આવી રહેલી ટ્રકની જાેરદાર ટક્કરથી ઇકો ગાડી પલટી ખાઈ ગઈ હતી. અકસ્માત કરી ટ્રક ચાલક ટ્રક મૂકી ફરાર થઈ ગયો હતો. અકસ્માત થતા સ્થળ પર લોકો ભેગા થઇ ગયા હતા તથા ઈકો ગાડીમાં સવાર હિતેશભાઈ, તેમના પત્ની, બાળકો, તથા ભાભી સ્વાતિબેન ઇજાગ્રસ્ત તથા તમામ મુસાફરોને ૧૦૮ મારફતે તારાપુર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા હતા.
જ્યાં સ્વાતિબેનનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું તથા પુત્ર દક્ષને માથાના ભાગે તથા શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતા વધુ સારવાર અર્થે કરમસદ ખસેડવામાં આવેલ છે. તારાપુર પોલીસે રોંગ સાઈડે આવી અકસ્માત કરી મોત નીપજવવા બદલ ટ્રક મુકી ફરાર થયેલ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મહત્વનું છે કે તારાપુર મામલતદાર કચેરી નજીક આવેલ ફ્લાય ઓવરથી ગોકુલ ધામ સુધી નવ નિમત સીક્ષ લેન હાઇવેની બંને તરફ સવસ રોડ આપવામાં આવેલ નથી. જેને લઇ વાહન ચાલકો રોંગ સાઇડ પર વાહન ચલાવવા મજબૂર બને છે. તથા ડ્રાયવર્જન નો અભાવ હોવાના કારણે હાઇવે બન્યો ત્યારથી અવાર નવાર અકસ્માતો સર્જાય છે.