Western Times News

Gujarati News

અમદાવાદના પશ્ચિમ ઝોનમાં કોરોના બેકાબુ

Files Photo

(પ્રતિનિધિ) અમદાવાદ: ચીનના વુહાનથી વિશ્વભરમાં ફેલાયેલી કોરોનાની મહામારીના ખપ્પરમાં રોજ અનેક લોકો જીવ ગુમાવી રહયા છે. ભારતમાં કોરોનાએ ભરડો લીધો છે. દેશના જુદા-જુદા રાજયોમાં કોરોનાના વધતા જતા કેસો રોકેટ ગતિએ વધ્યા છે મહારાષ્ટ્ર, દિલ્હી, ગુજરાતની સ્થિતિ  ગંભીર છે. ગુજરાતના સંદર્ભમાં વાત કરીએ તો અમદાવાદ- સુરતમાં ચિંતાજનક વાતાવરણ સર્જાયુ છે.

અમદાવાદમાં કોરોનાના કેસો વધી રહયા છે શહેરી વિસ્તાર પછી હવે કોરોના પશ્ચિમ ઝોનમાં પ્રસર્યો છે. ઉત્તર- પશ્ચિમ અને દક્ષિણ- પશ્ચિમ ઝોનમાં અનેક વિસ્તારો કોરોનાની ઝપેટમાં આવ્યા છે. અહીંયા કોરોનાના કેસોમાં વધારો નોંધાયો છે. નાગરિકો સરકારી ગાઈડલાઈનનું યોગ્ય રીતે પાલન નહી કરતા હોવાથી કોરોનાના કેસો વધી રહયા છે. પાછલા કેટલાક દિવસોથી પાલડી, વાસણા, નવરંગપુરા, નારણપુરા, નવા વાડજ, રાણીપ, સાબરમતી તથા જાધપુર, બોડકદેવ, થલતેજ, ગોતા, ચાંદલોડિયા, ઘાટલોડિયા, વેજલપુર, મકતમપુરા વિસ્તારોમાં કોરોનાના કેસોમાં ઉછાળો આવ્યો છે.

અચાનક વધતા જતા કેસોએ એક તરફ નાગરિકોમાં ફફડાટ ફેલાવ્યો છે તો બીજી તરફ વહીવટીતંત્ર ફિકરમાં મૂકાયુ છે કોરોનાથી ડરવાની જગ્યાએ તેની સામે લડવાનું છે તેવુ તંત્ર જણાવી રહયુ છે. પરંતુ નાગરિકો જાણે કે કોરોનાને ભૂલી ગયા હોય તેમ માસ્ક વિના ખુલ્લેઆમ ફરતા નજરે પડે છે. પોલીસ તરફથી દંડનાત્મક કાર્યવાહી કરાય છે તેમ છતાં લોકો સ્થિતિની ગંભીરતા સમજતા નથી.

સોસાયટી- ફલેટોની બહાર બેસતા લોકો ન તો સોશ્યલ ડીસ્ટન્સીંગનું પાલન કરે છે કે ન તો માસ્ક પહેરે છે. વળી પહેલા જે પ્રકારે કોરોનાનું ટેસ્ટીંગ કરાતુ હતુ તે પ્રમાણમાં ઓછુ થયુ છે તેવા આક્ષેપો થઈ રહયા છે. પરિણામે કોરોનાના લક્ષણો ધરાવતા નાગરિકો ખુલ્લેઆમ ફરતા હોવાથી કોરોનાનું સંક્રમણ વધ્યુ છે. આવી પરિસ્થિતિમાં  કોરોનાના લક્ષણો ધરાવતા નાગરિકોએ કોરોના ટેસ્ટીંગ કરાવવુ અનિવાર્ય થઈ જાય છે.

શહેરી વિસ્તારમાં કોરોનાનું પ્રમાણ વધ્યુ ત્યારે કન્ટેન્ટમેઈન્ટ ઝોન જાહેર કરીને તેટલા વિસ્તારોને “સીલ” કરી દેવામાં આવ્યા હતા. પરંતુ ઉત્તર- પશ્ચિમ તથા દક્ષિણ પશ્ચિમ ઝોનમાં ચિંતાજનક હદે કોરોનાના પોઝીટીવ કેસ વધવા છતાં કન્ટેન્ટમેઈન્ટ ઝોન જાહેર કેમ કરાતા નથી ?? તે પ્રશ્ન સામાન્ય જનતાને સતાવી રહયો છે. પાલડી, વાસણા, નવરંગપુરા, નારણપુરા, નવા વાડજ, રાણીપ, સાબરમતી વિસ્તારમાં કોરોનાના ૬૩ જેટલા કેસો નોંધાયા છે

જયારે જાધપુર, બોડકદેવ, થલતેજ, ગોતા, ચાંદલોડિયા, ઘાટલોડિયા, વેજલપુર, મકતમપુરા સહિતના વિસ્તારોમાં પ૬ જેટલા કોરોનાના કેસો નોંધાયા છે આમા મોટાભાગના કેસો પશ્ચિમ ઝોનમાં નોંધાયા છે તેમાં ઉત્તર- દક્ષિણ પશ્ચિમ ઝોનનો સમાવેશ થાય છે કોરોનાથી ડરવાની જરૂર નથી પરંતુ સાવચેતી રાખવાની વિશેષ જરૂરિયાત છે. અનલોક-૧માં ધંધા-વ્યવસાય શરૂ થઈ ગયા છે પરંતુ તેની સાથે જ બજારો ખુલતા નાગરિકો પહેલા જેવા અસ્સલ મૂડમાં આવી ગયા છે અને જાહેરમાં ટોળે વળીને ઉભા રહે છે.

ખાણી પીણી બજાર અને ચાની કીટલીઓ પર ગીર્દી જાવા મળી રહી છે એટલુ જ નહી બજારમાં ખુલ્લામાં મળતા ખાદ્યપદાર્થો ખાવામાં લાગી ગયા છે રેંકડીઓ- લારીઓ પરની ચીજવસ્તુઓ ખાવામાં કેટલુ જાખમ છે ??
તેતો તંત્ર જ જણાવી શકે છે અનલોક-૧ ના માધ્યમથી સત્તાધીશોએ ધંધા- વ્યવસાય સહિત દુકાનો, લારીઓ શરૂ કરવા મંજૂરી આપી છે દરેકને જીવન નિર્વાહ માટે તે જરૂરી છે પરંતુ નાગરિકો કોરોના સામે લડવા સરકારી ગાઈડલાઈનનું પાલન કરવા ઉણા ઉતરી રહયા છે જેને કારણે ઉત્તર- દક્ષિણ પશ્ચિમ ઝોનમાં કોરોનાના પોઝીટીવ કેસોની સંખ્યામાં નોંધપાત્ર પ્રમાણમાં વધારો થયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.