અમદાવાદના પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ એક્ટિવ કેસ
અમદાવાદ: ગુજરાતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે. છેલ્લા થોડા દિવસોથી અમદાવાદમાં ભલે કોરોનાનું જાેર ઘટ્યું હોય, પરંતુ આજે પણ રાજ્યમાં સૌથી વધુ પોઝિટિવ કેસ અમદાવાદમાં જ છે. ૭ ઝોનમાં વિભાજિત અમદાવાદ શહેરના પશ્ચિમ ઝોનમાં હાલ સૌથી વધુ ૫૮૭ એક્ટિવ કેસ છે. જ્યારે સૌથી ઓછા ૨૫૫ કેસ મધ્ય ઝોનમાં નોંધાયા છે.
અમદાવાદ શહેરમાં હાલ કુલ એક્ટિવ કેસની સંખ્યા ૩૧૫૫ છે. જેમાં સૌથી વધુ ૫૮૭ દર્દીઓ પશ્ચિમ ઝોનમાં છે. આ સિવાય ઉત્તર પશ્ચિમ ઝોનમાં ૫૦૨, પૂર્વ ઝોનમાં ૪૭૪, દક્ષિણ ઝોનમાં ૪૬૫, ઉત્તર ઝોનમાં ૪૬૧, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં ૪૩૩ અને મધ્ય ઝોનમાં ૨૫૫ દર્દી છે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ અમદાવાદનો મધ્ય ઝોન કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત હતો. અમદાવાદની હોસ્પિટલોની વાત કરીએ તો, સિવિલ હોસ્પિટલના કોવિડ સેન્ટરમાં સૌથી વધુ ૨૫૮૦ કોરોના સંક્રમિતો સ્વસ્થ થયા બાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલ (જીફઁ) હોસ્પિટલમાંથી ૨૫૫૧ લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
આજ પ્રકારે સરકારી હોસ્પિટલોમાં અત્યાર સુધી કુલ ૫૬૮૦ દર્દીઓ સ્વસ્થ થતા તેમને રજા આપી દેવામાં આવી છે. જ્યારે ખાનગી હોસ્પિટલોમાં ૩૮૫૩ દર્દીઓ સ્વસ્થ થતાં તેમને ઘરે મોકલવામાં આવ્યા છે.