અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં ૩૫ રહેણાંક સ્કીમના રીડેવલપમેન્ટને મંજુરી

અમદાવાદ, અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં વીસ કે તેથી વધુ વર્ષ જુની એવી ૩૫ રહેણાંક સ્કીમના રીડેવપમેન્ટને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મંજુરી આપવામાં આવી છે.નદીપાર આવેલા નારણપુરા,નવરંગપુરા,પાલડી, વાસણા,વાડજ ઉપરાંત જાેધપુર વોર્ડમાં આવેલી રહેણાંકની સ્કીમોનો રીડેવલપમેન્ટ હેઠળ સમાવેશ કરવામાં આવ્યો છે.વાડજ અને ભુદરપુરા વિસ્તારમાં સ્લમ રીહેબીલીટેશન પ્રોજેકટ હેઠળ કામગીરી ચાલી રહી છે.શહેરના ઉત્તર-મધ્ય ઉપરાંત દક્ષિણ ઝોનમાં હાલમાં કોઈ રહેણાંક સ્કીમ રીડેવલપમેન્ટ હેઠળ સમાવવામાં આવી નથી.
અમદાવાદમાં માર્ચ-૨૦૨૦થી કોરોના મહામારીનો સમય ચાલી રહ્યો છે.પરંતુ પશ્ચિમના વિસ્તારમાં વર્ષો જુની રહેણાંક સ્કીમના રીડેવલપમેન્ટ માટે જે તે સ્કીમના રહીશો તરફથી સહકાર મળતા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બે વર્ષમાં ૩૫ રહેણાંક સ્કીમના રીડેવલપમેન્ટને મંજુરી આપી છે.
આ ર્નિણયથી લોકોને વધુ સારી સુવિધા મળવાની સાથે બાંધકામ ક્ષેત્રમાં રાજગારીની તક વધશે એમ ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીનું કહેવુ છે.મ્યુનિસિપલ તંત્ર તરફથી જે સ્કીમના રીડેવલપમેન્ટને મંજુરી આપવામાં આવી છે એમાં નારણપુરા વોર્ડની સાત સ્કીમ, સ્ટેડિયમ અને નવરંગપુરા વોર્ડની છ-છ સ્કીમ, પાલડી,વાસણા તથા નવા વાડજની પાંચ-પાંચ સ્કીમનો સમાવેશ થાય છે.
રીડેવલપમેન્ટ માટે મંજુરી આપવામાં આવેલી ૩૫ સ્કીમ પૈકી ૧૭ સ્કીમને બિલ્ડિંગ યુઝ અંગેની પરમીશન આપી દેવામાં આવી છે.૧૪ સ્કીમને બિલ્ડિંગ યુઝ પરમીશન આપવાની પ્રક્રીયા હાલમાં ચાલી રહી છે.જાેધપુર વોર્ડમાં આવેલી સ્વામી વિવેકાનંદ સોસાયટીના રીડેવલપમેન્ટ માટે મંજુરી આપવામાં આવી છે.
આ સ્કીમ હેઠળ બેઝમેન્ટ,પાર્કિંગ ઉપરાંત ૧૪ માળના રહેઠાણ બનશે.જુના વાડજમાં હાલારનગરના રીડેવલપમેન્ટ બાદ બી.યુ.પરમીશન માંગવામાં આવી છે.ત્રણ રહેણાંક સ્કીમ માટે બી.યુ.પરમીશન આપવાની બાકી છે.જુના વાડજમાં આવેલા રામાપીરના ટેકરા ખાતે સેકટર-૧,૩,૪ અને પાંચ અને હાલારનગર તથા ભુદરપુરા ખાતે આવેલ ભુદરપુરા આવાસ યોજના અને ગણેશ નગર સ્કીમનો સ્લમ રીહેબીલીટેશન સ્કીમ હેઠળ સમાવેશ કરવામાં આવ્યો છે.જે સ્કીમ માટે કામગીરી હાલમાં ચાલી રહી છે.HS