અમદાવાદના પાલડીના જૈન દેરાસરમાં તસ્કરોએ ચોરી કરી
અમદાવાદ, અમદાવાદમાં તસ્કરોનો આતંક વધતો જઈ રહ્યો છે.દુકાન અને ઘરને ટાર્ગેટ બનાવતા હતા પરંતુ,હવે તસ્કરો દરગાહ અને મંદિર જેવા પવિત્ર માનવામાં આવતા ધાર્મિક સ્થળોને પણ ટાર્ગેટ બનાવતા થઇ ગયા છે.
થોડા દિવસો પહેલા અમદાવાદના ખાનપુર વિસ્તારમાં આવેલી અબ્દુલ વહાબ સાહેબની દરગાહમાંથી ચોરીની વારદાત સામને આવી હતી. દરગાહમાં લગાવેલા સીસીટીવી ફુટેજમાં એક વ્યક્તિ ચોરી કરતો કેદ થઇ ગયો હતો. આ અંગે દરગાહના સંચાલકો દ્વારા ચોરી કરતા સીસીટીવીમાં કેદ થયેલા યુવક સામે કડક પગલાં લેવાયા હતા.
આ બનાવની શાહી હજી સુખાઈ પણ નથી ને ત્યાં પાલડી વિસ્તારમાં આવેલા જેન દેરાસરમાં તસ્કરોએ ઓચીતી મુલાકાત લીધી હતી.મંદિરમાં મુકવામાં આવેલી દાનપેટીને તોડીને તેમાંથી રોકડ રૂપિયા બહાર કાઢતી એક તસ્કરોની ટોળકી સીસીટીવી ફુટેજમાં કેદ થઇ ગઈ હતી.
મંદિરના સંચાલકોએ આ મામલે પોલીસને જાણ કરીને કાયદેસરની કાર્યવાહી કરવા માટેની તજવીજ હાથ ધરી છે. દાનપેટીમાંથી કેટલી રકમની ચોરી થઇ હશે તેના આકંડા હજી સુધી જાણી શકાયા નથી. પરંતુ, આ મામલે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.