Western Times News

Gujarati News

અમદાવાદના પૂર્વ મેયર પ્રફુલ બારોટનું અવસાન

અમદાવાદ:અમદાવાદના પૂર્વ મેયર પ્રફૂલ બારોટનું આજે દુખદ નિધન થયું છે. તેમના અવસાનના સમાચાર મળતાની સાથે જ વડાપ્રધાન મોદીએ ટ્‌વીટર પર શ્રદ્ધાંજલિ પાઠવી છે. તેમણે ટ્‌વીટ કરીને લખ્યું કે અમદાવાદના પૂર્વ મેયર પ્રફુલભાઇ બારોટના અવસાનથી દુઃખ અનુભવું છું. અમદાવાદના વિકાસ કાર્યોમાં તેઓનું યોગદાન સદાયે એમની યાદ અપાવતું રહેશે. મારી સાંત્વના આ શોકની ઘડીમાં પરિવાર અને શુભેચ્છકોની સાથે છે

ઓમ શાંતિ. દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી રૂપાણીએ પણ બારોટનું અવસાન થતા ટ્‌વીટર પર શ્રદ્ધાંજલિ આપીને દુખ વ્યક્ત કર્યુ હતું. તેમણે ટ્‌વીટર પર લખ્યું કે ‘અમદાવાદના પૂર્વ મેયર પ્રફુલભાઇ બારોટના નિધનથી અત્યંત દુઃખની લાગણી અનુભવું છું. અમદાવાદની વિકાસયાત્રામાં એમનું યોગદાન સદાય સ્મરણીય રહેશે. પરમ કૃપાળુ પરમાત્મા એમના આત્માને ચિર શાંતિ બક્ષે અને પરીવારજનોને દુઃખ સહન કરવાની શક્તિ બક્ષે એ જ પ્રભુના ચરણોમાં પ્રાર્થના, ઓમ શાંતી. દરમિયાન ભારતીય જનતા પાર્ટીના નવ નિયુક્ત અધ્યક્ષ સીઆર પાટીલે પણ બારોટના અવસાનના સમાચાર મળતા શ્રદ્ધાંજલિ આપી હતી.

તેમણે ટ્‌વીટર પર લખ્યું કે ‘અમદાવાદના પૂર્વ મેયર પ્રફુલભાઇ બારોટજીનાં અવસાનથી અત્યંત દુઃખની લાગણી અનુભવું છું. અમદાવાદનાં વિકાસ માટે એમણે કરેલા કાર્યો ક્યારેય ભૂલાશે નહીં. ઇશ્વર એમનાં દિવંગત આત્માને શાંતિ અર્પે અને પરિવારજનોને આઘાત સહન કરવાની શક્તિ અર્પે એવી પ્રાર્થના. ઓમ શાંતિ. ઉલ્લેખનીય છે કે પ્રફુલ બારોટ અમદાવાદના જાણીતા વકીલ હતા અને તેઓ ભારતીય જનતા પાર્ટીના નેતા હતા. તેમણે ૮ ફેબ્રૂઆરી ૧૯૯૧થી લઈને ૮ ફેબ્રુઆરી ૧૯૯૨ સુધી ફરજ નિભાવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.