Western Times News

Gujarati News

અમદાવાદના બજારમાં સોનું ઓલ ટાઈમ હાઈ

અમદાવાદ: બુધવારે અમદાવાદના બજારમાં સોનાની કિંમત ઓલ ટાઈમ હાઈ રહી. ૧૦ ગ્રામ સોનાનો ભાવ ૫૦,૪૦૦ રૂપિયા હતો તે પણ  સાથે. મંગળવારે સોનાનો ભાવ ૪૯,૮૦૦ રૂપિયા હતો જેમાં ૬૦૦ રૂપિયાનો વધારો નોંધાયો હતો. અહીં પહેલીવાર સોનાના ભાવે ૫૦,૦૦૦ રૂપિયાની સપાટી વટાવી છે. નિષ્ણાતોના મતે, કોરોના વાયરસ મહામારીના કારણે અર્થતંત્રને ફટકો પડ્‌યો છે અને વૈશ્વિક મંદીની વધતી ચિંતા વચ્ચે સોનામાં રોકાણ સૌથી સુરક્ષિત છે. આ જ કારણે ભાવમાં ઉછાળો આવ્યો છે.

ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ અસોસિએશન ના ડાયરેક્ટર હરેશ આચાર્યએ કહ્યું, “સોનામાં રોકાણ સુરક્ષિત મનાતું હોવાથી ઈન્ટરનેશનલ માર્કેટમાં પણ સોનાના ભાવ વધ્યા છે. પ્રતિ આઉન્સ (લગભગ અઢી તોલા) સોનાનો ભાવ ઇં૧,૭૮૦એ પહોંચ્યો છે. મંદીની સ્થિતિને જોતાં ઘણી સેન્ટ્રલ બેંકોએ સોનામાં ભારે રોકાણ કર્યું છે, પરિણામે ભાવ ઊંચા ગયા છે.”

હરેશ આચાર્યના મતે, આગામી મહિનાઓમાં પણ સોનાના ભાવમાં ઉછાળો આવી શકે છે. (હાઈ-નેટવર્થ ઈન્ડિવિડ્‌યુઅલ્સ)નું ગોલ્ડ એક્સચેન્જ-ટ્રેડેડ ફંડ માં તરલ રોકાણ છે. જો કે, બુલિયન અથવા જ્વેલરીની માગ તો ઓછી જ છે. ઓછામાં ઓછા બે મહિના સુધી તો ગ્રાહકો દ્વારા થતી સોનાની માગ વધે તેવી કોઈ શક્યતા દેખાતી નથી કારણકે ઊંચી કિંમત લોકોને પરવડે તેમ નથી.”

ઈન્ડસ્ટ્રીના નિષ્ણાતોના મતે, ઊંચી કિંમત અને લોકડાઉનમાં લોકોની આવક ઘટતાં જ્વેલરીની માગમાં તો ઘટાડો આવ્યો જ છે. જ્વેલર્સ અસોસિએશન ઓફ અમદાવાદ ના વાઈસ પ્રેસિડેન્ટ જિગર સોનીએ કહ્યું, “સોના પરની બેઝિક કસ્ટમ ડ્‌યૂટી અને વધતી કિંમતના કારણે લોકડાઉન પહેલા જ સોનાના દાગીનાની માગને ફટકો પડ્‌યો હતો. હવે લોકડાઉન પછી લોકોની આવકમાં ખાસ વધારો થયો નથી અને બિઝનેસ રેવન્યૂ ઘટી રહી છે એવામાં માગ હજુ નીચે જઈ શકે છે. સોનું લક્ઝરી કોમોડિટી હોવાથી દાગીના ખરીદવા છેલ્લી પસંદ હોઈ શકે છે.”

તો આ તરફ જ્વેલર્સનું પણ કહેવું છે કે, દુકાનોમાં ગ્રાહકોની સંખ્યા ઘટી છે. વેપારીઓના મતે, સોનાના ઊંચા ભાવ આ સેક્ટરની રોજગારી પર અસર પાડી શકે છે. નામ ન આપવાની શરતે એક સોની વેપારીએ કહ્યું, મેન્યુફેક્ચરિંગ યુનિટોમાં કામ કરતાં મોટાભાગના કારીગરો પરપ્રાંતિયો છે અને તેઓ હજી પરત આવ્યા નથી. કેટલાકને પરત નહીં બોલાવાય કારણ કે હાલમાં માર્કેટમાં કામ જ નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.