Western Times News

Gujarati News

અમદાવાદના બે લાખ કલાકારોની નવરાત્રીના આયોજન પર નજર

File Photo

શહેરમાં ૧૦૦૦થી ર૦૦૦ ડી.જે. છે, ચાલુ વર્ષે જાે સરકાર સોસાયટી, ફલેટોમાં શેરી ગરબાને મંજૂરી આપશે તો ઘણા કલાકારોએ તો ઈન્કાર કરી દીધો છે   ડી.જે.નિહાર

(પ્રતિનિધિ) અમદાવાદ, નવરાત્રી પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહયા છે ત્યારે ખેલૈયાઓમાં તો ઉત્સાહ છે પણ તેની સાથે- સાથે ગરબા આયોજકો પણ નવરાત્રી કઈ રીતે યોજાશે તેને લઈને અવઢવમાં છે. સામાન્ય રીતે કોરોનાની સંભવિત ત્રીજી લહેરને જાેતા મોટા ગરબાના આયોજનોને મંજુરી મળશે નહી

પણ તેની જગ્યાએ સોસાયટી, ફલેટો તથા શેરીઓમાં ગરબા યોજાય તેવી સંભાવનાઓ વ્યકત થઈ રહી છે. દરમિયાનમાં અમદાવાદના જાણીતા ડી.જે. નિહારનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યુ હતુ કે ચાલુ વર્ષે જાે સરકાર સોસાયટી, ફલેટોમાં શેરી ગરબાને મંજૂરી આપશે તો ઘણા કલાકારોએ તો ઈન્કાર કરી દીધો છે

પણ સોસાયટી, ફલેટો, શેરીઓમાં કોરોનાની વેકસીનેશનની કામગીરી લગભગ થઈ ગઈ છે તેથી શેરી ગરબાને મંજૂરી મળશે તેવુ અનુમાન અસ્થાને નથી છેલ્લા બે વર્ષથી સેંકડો કલાકારોની આર્થિક સ્થિતિને ફટકો પડયો છે માત્ર અમદાવાદમાં જ નવરાત્રી દરમિયાન સર્વિસ પ્રોવાઈડર અર્થાત ઓરકેસ્ટ્રા સહિતના વાદ્યયંત્રો વગાડનારા- ગાયક કલાકારો, ડી.જે. કલાકારોની સંખ્યા અંદાજે ર લાખની આસપાસ છે.

હાલમાં પણ ર૦ટકાથી વધારે બિઝનેસ નથી અને એ પણ નાના-મોટા ખાનગી કાર્યક્રમો ગુજરાત અને બહારના રાજયોમાં યોજાતા હોય છે તો બીજી તરફ અમદાવાદમાં જ અંદાજે ૧૦૦૦ થી ર૦૦૦ની આસપાસ ડી.જે છે તેઓને પણ કોઈ મોટુ કામ મળતુ નથી મોટા આયોજનો થતા નથી જયારે શેરી ગરબાઓમાં ઓરકેસ્ટ્રાનું ચલણ વધારે જાેવા મળે છે.

ઓનલાઈન કાર્યક્રમો યોજાય છે પરંતુ મોટેભાગે કલાકારો પોતાના પરફોર્મન્સને બતાડવા પૂરતો કાર્યક્રમ યોજતા હોય છે પણ તેમાં આવકનો કોઈ સોર્સ ઉભો થતો નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.