અમદાવાદના બે વિદ્યાર્થીઓ PM મોદી સાથે ચંદ્રયાન-2ના લેન્ડિંગનો નજારો નિહાળશે

અમદાવાદ, 6-7મી સપ્ટેમ્બરે પીએમ મોદી સાથે 70 બાળકો બેગ્લોરના ઈસરો કેન્દ્રમાં ચંદ્ર પર પ્રથમવાર ભારતની હાજરની પળ નિહાળશે. જેમાં અમદાવાદના શાહીબાગ અને વસ્ત્રાપૂરની કેન્દ્રીય વિદ્યાલયમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓનું થયું છે સિલેક્શન ઈસરો 100 વર્ષ પૂર્ણ થયા તે દિવસે ઓગસ્ટ મહિનામાં ઈસરો દ્રારા ઓનલાઈન ક્વિઝ કોમ્પિટિશનની જાહેરાત કરવામાં આવી હતી.
જેમાં દેશભરનાં બાળકો વચ્ચે એક ક્વિઝ કોમ્પિટિશન યોજાઈ હતી. ઓનલાઈન યોજાયેલી આ કિવઝમાં અમદાવાદની વસ્ત્રાપૂર કેન્દ્રીય વિદ્યાલયમાં 8માં ધોરણમાં અભ્યાસ કરતાં નિચ્છલ બડાયા જ્યારે શાહિબાગ કેન્દ્રીય વિદ્યાલયમાં 8માં ધોરણમાં અભ્યાસ કરતી અનુષ્કા અગ્રવાલનો સમાવેશ કરવામાં આવ્યો છે. 6-7 સપ્ટેમ્બરની રાતે 1.30થી 2 વાગ્યા દરમિયાન ચંદ્રયાન-2 ચંદ્ર પર ઉતરવાનું છે. ચંદ્ર પર પ્રથમવાર ભારતની હાજરીની ઐતિહાસિક પળ નિહાળવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે 70 બાળકો બેંગ્લુરુંના ઇસરો કેન્દ્રમાં હાજર હશે. જેમાં અમદાવાદના બે વિદ્યાર્થીઓ પણ પીએમ મોદી સાથે ચંદ્રયાનનું લેન્ડિંગ નિહાળશે.
ઈસરો દ્રારા જે ક્વિઝ યોજાઈ હતી તેમાં નિચ્છલે 200 પ્રશ્નોમાંથી મોટાભાગે તમામ પ્રશ્નોનાં ઉત્તર સાચા આપ્યા હતા. વિજ્ઞાનમાં રસ હોવાથી નિચ્છલે તૈયારી પણ સારી કરી હતી જ્યારે અમદાવાદના શાહીબાગ કેન્દ્રીય વિદ્યાલયના પ્રિન્સિપાલ વિનીતા શર્માના કહેવા પ્રમાણે અનુષ્કા અગ્રવાલ 8માં ધોરણમાં અભ્યાસ કરે છે. તેણે ક્વિઝ માટે 1 મહિનાથી મહેનત કરી હતી જે રંગ લાવી છે.