અમદાવાદના મોટેરા સ્ટેડિયમને તોડી નવું સ્ટેડિયમ બનાવવાની કામગીરી અંતિમ તબક્કામાં છે
વૈશ્વિક ક્રિકેટમાં ભારતનું યોગદાન ખૂબ જ મહત્વનું છે અને હવે તેમાં વધુ એક સિદ્ધ ઉમેરાવાની છે ગુજરાત ક્રિકેટ એસોસીએશન દ્વારા અમદાવાદના મોટેરા સ્ટેડિયમને તોડી નવું સ્ટેડિયમ બનાવવાની કામગીરી અંતિમ તબક્કામાં છે
વિશ્વનું સૌથી મોટુ આ સ્ટેડિયમ હશે અને તેની કેપેસીટી પણ એક લાખ કરતા વધુની છે તસ્વીરમાં મોટેરા સ્ટેડિયમ પર ચાલી રહેલી અંતિમ તબક્કાની કામગીરી કરતા શ્રમિકો નજરે પડે છે. કરોડોના ખર્ચે બનનારું આ સ્ટેડિયમનું સંકુલ ૬૩ એકરમાં પથરાયેલું છે અને સ્થાનિક મેચો માટે સ્ટેડિયમની બાજુમાં બીજા બે મેદાનો બનાવવામાં આવ્યા છે. (તસ્વીરઃ- જયેશ મોદી)