અમદાવાદના રામોલમાંથી ૮૧૬ બોટલ વિદેશી દારૂ ઝડપાયો
અમદાવાદ, ગુજરાતમાં દારૂબંધીનો કાયદો માત્ર કાગળ પર રહ્યો છે. અનેક વખત દારૂનો મોટો જથ્થો પોલીસના હાથે લાગ્યો છે. ત્યારે અમદાવાદમાં સ્થાનિક પોલીસના નાક નીચે પીસીબીએ સપાટો બોલાવ્યો છે.પીસીબીએ શહેરના રામોલ વિસ્તારમાં દરોડો પાડીને ૮૦૦થી વધુ દારૂની બોટલ પકડી પાડી છે. સોસાયટીના મેદાનમાં રહેલા બાથરૂમમાં બુટલેગરે દારૂ સંતાડ્યો હતો.પીસીબીને એવી શંકા છે કે આમાં સ્થાનિક પોલીસની ક્યાંક મિલીભગત હતી.
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદ પોલીસ કમિશ્નરના તાબા હેઠળ આવેલી પીસીબી બ્રાન્ચે રામોલ વિસ્તારની એક સોસાયટીના મેદાનમાં બંધ બાથરૂમમાંથી દારૂનો મોટો જથ્થો એટલે કે દારૂનું રીતસરનું ગોડાઉન ઝડપી પાડ્યું છે.પીસીબીને બાતમી મળી હતી કે, રામોલ વિસ્તારમાં એક્સપ્રેસ હાઈવે નજીકની સોસાયટીમાં લિસ્ટેડ બુટલેગરે દારૂનો સ્ટોક ભેગો કર્યો છે. બાતમીને આધારે દરોડો પાડતાં પીસીબીને ૮૦૦થી વધુ દારૂની બોટલ મળી હતી.
પીસીબીને શંકા છે કે આ દારૂ વિનોદ સિંધી અને સરદારનગરના સાવન પાસેથી દારૂ કટીંગ કરાયો હશે. હવે તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે.એક્સપ્રેસ હાઇવે નજીક આવેલી તુલસી પાર્ક સોસાયટીમાં દારૂનો જથ્થો હોવાની બાતમી મળતા પીસીબીએે રેડ કરી હતી. જ્યાં અંગ્રેજી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૮૧૬ બોટલ મળી આવી હતી. સોસાયટીના કમીટી મેમ્બરમાં રહેલા લોકો કોમન પ્લોટના બાથરૂમમાં જ દારૂ સંતાડતા હતા એક પછી એક દારૂનો ઢગલો થવા માંડ્યો હોવાથી પોલીસ પણ ચોંકી ગઈ હતી.HS3KP