Western Times News

Gujarati News

અમદાવાદના ર૪૦ બગીચાઓની દેખભાળ માટે માત્ર રપ કર્મચારીઓ

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ વિભાગોમાં શિડ્યુલ્ડ તેમજ વર્તમાન જરૂરીયાત મુજબ સ્ટાફ ઉપલબ્ધ નથી. મ્યુનિસિપલ વહીવટી તંત્ર અને શાસકો દ્વારા ઉચ્ચ હોદ્દાઓ ભરવામાં આવે છે જ્યારે ફિલ્ડ સ્ટાફની ખાલી જગ્યાઓ ભરવામાં આવતી નથી.

મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગ, હોસ્પીટલો, હેલ્થ, સોલીડ વેસ્ટ સહિતના વિભાગોમાં જરૂરીયાત મુજબ સ્ટાફ ન હોવાથી આઉટ ર્સોસિગ કરવાની ફરજ પડી રહી છે. મ્યુનિસીપલ પાર્કસ્‌ એન્ડ ગાર્ડન વિભાગની પરિસ્થિતિ  આ તમામ વિભાગો કરતા પણ બદ્દતર છે. જેમાં આઉટ સો‹સગ પણ થયા નથી. જેના પરિણામે બગીચાઓની યોગ્ય દેખરેખ થતી નથી.

રીક્રિએશન કમિટિના ચેરમેન તથા કમિટિ સભ્યોની રજુઆત બાદ તંત્ર દ્વારા માત્ર ગાર્ડન સુપરવાઈઝરની જગ્યા ભરવામાં આવી રહી છે. જ્યારે બાકી સ્ટાફ માટે ‘વેઈટ એન્ડ વાચ’ જેવી પરિસ્થિતિ  છે. હાલ, ર૪૦ કરતા વધુ બગીચાઓની દેખભાળ માટે માત્ર રપ જ કર્મચારીઓનો સ્ટાફ છે. મ્યુનિસિપલ રીક્રિએશન કમિટિના ચેરમેન જીજ્ઞેશ પટેલના જણાવ્યા અનુસાર શહેરમાં ર૪૧ બગીચાઓ છે. જેની સંભાળ દેખરેખ માટે માત્ર ૧૧ ગાર્ડન સુપરવાઈઝર છે. ઝોનદીઠ એક સુપરવાઈઝર પણ ઉપલબ્ધ ન હોવાથી કરોડો રૂપિયાના ખર્ચથી તૈયાર કરવામાં આવેલ બગીચાઓની યોગ્ય સારસભાળ લેવામાં આવતી નથી. તેથી કમિટિએ શિડ્યુલ મુજબ જગ્યાઓ ભરવા માટે રજુઆત કરી હતી.

જેનો સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. તેથી ૪પ ગાર્ડન સુપરવાઈઝરની જગ્યાઓ ભરવામાં આવી રહી છે. જેની પરીક્ષાઓ પણ લેવામાં આવી છે. શિડયુલ મુજબ ગાર્ડન સુપરવાઈઝરની કુલ પ૬ જગ્યાઓ છે તે તમામ જગ્યા પૂર્ણ થશે એમ તેમણે વધુમાં જણાવ્યુ હતુ.

અત્રે એ નોંધનીય છે કે શહેરના ર૪૦ કરતા વધુ બગીચાઓની દેખરેખ રાખવા માટે ગાર્ડન વિભાગ પાસે માત્ર રપ જ કર્મચારીઓનો સ્ટાફ છે. જેમાં ડાયરેક્ટર અને આસિસ્ટન્ટ ડાયરેક્ટરનો પણ સમાવેશ થઈ જાય છે.તદુપરાંત ૧૧ ગાર્ડન સુપરવાઈઝર , પાંચ ગાર્ડન ઈન્સ્પેક્ટર, ત્રણ સેકશન ઓફિસર તથા ચાર સીનિયર સેકશન ઓફિસર છે.

વિભાગના શિડયુલ્ડ મુજબ પ૬ સુપરવાઈઝર, ર૪ ગાર્ડન ઈન્સ્પેક્ટર, ૧૬ સેકશન ઓફિસર, આઠ સીનિયર સેકશન ઓફિસર, એક આસિસ્ટન્ટ ડાયરેક્ટર તથા એક ડાયરેક્ટરની જગ્યા ભરવી જરૂરી છ. મ્યુનિસિપલ પાર્કસ એન્ડ ગાર્ડન વિભાગના રપ કર્મચારીઓના શીરે તમામ બગીચાઓની દેખરેખ રાખવા ઉપરાંત વૃક્ષારોપણ કરવા, વૃક્ષોની જાળવણી કરવી, ટ્રીમીંગ, સેન્ટ્રલ વર્જની દેખરેખ તથા બ્યુટીફિકેશન, કોર્પોરેશનની તમામ મિલ્કતોમાં વૃક્ષોની માવજત, બ્યુટીફિકેશન, તથા નર્સરી ડેવલપ કરવાની જવાબદારી છે તેમ સુત્રોએ વધુમાં જણાવ્યુ હતુ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.