અમદાવાદના વાતાવરણમાં એકાએક પલટો, ભારે પવન સાથે વરસાદ

અમદાવાદ, અમદાવાદમાં શુક્રવારે સાંજે વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો હતો. શહેરમાં અનેક વિસ્તારોમાં તોફાની પવન ફુકાવા લાગ્યો હતો. જેને કારણે ઘણા સ્થળે છાપરા પણ ઉડવા લાગ્યા હતા. ધૂળની આંધીથી વાહન ચાહકો પણ પરેશાન થઈ ગયા હતા. ધૂળની ડમરીઓ ઉડ્યા બાદ ધોધમાર વરસાદ શરૂ થયો હતો.
શહેરના એસજી હાઈવે, સેટેલાઈટ, વસ્ત્રાપુર, બોપલ, મકરબા, પાલડી સહિતના વિસ્તારોમાં ભારે પવન ફુકાયો હતો. ચોમાસાના સત્તાવાર આગમનને થોડા દિવસની વાર છે ત્યારે વરસાદથી અમદાવાદીઓની ગરમથી રાહત મળી છે. સમગ્ર રાજ્યમાં પ્રિ મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે.
તેવામાં શુક્રવારે 7 વાગ્યાથી અમદાવાદના વાતાવરણમાં એકાએક પલ્ટો આવ્યો હતો. શરૂઆતમાં તો કાળા ડિબાંગ વાદળોએ સમગ્ર શહેરમાં અંધકાર ફેલાવી દીધો હતો. બાદમાં ભારે પવન ફૂંકાયો હતો. અને અંતે ધમાકેદાર વરસાદ તૂટી પડ્યો હતો. આહલાદક વાતાવરણ સર્જાતાં અમદાવાદીઓ મંત્રંમુગ્ધ બની ગયા હતા. તો જુહાપુરા વિસ્તારમાં ઢીંચણસમા પાણી ભરાયા હતા. ભારે પવનને કારણે છાપરાઓ પણ ઉડવા લાગ્યા હતા. ધૂળની આંધીથી વાહન ચાલકો પણ પરેશાન થઈ ગયા હતા.