Western Times News

Gujarati News

અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ, ઠેર ઠેર પાણી ભરાયા

Files Photo

અમદાવાદ, અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ વરસવાથી રસ્તાઓ પાણીથી તરબોળ થયા છે, શહેરમાં અચાનક બપોરના સમયે વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા અને વરસાદ વરસ્યો છે.

બીજી તરફ છેલ્લા કેટલાય સમયથી મેહુલ્યો રિસાયો હતો ત્યારે આજે અમદાવાદમાં સાંબેલાધાર વરસાદ વરસ્યો છે. શહેરના વિવિધ વિસ્તારો જેમકે એસજી હાઈવે, સિંધુ ભવન રોડ, પકવાન, વસ્ત્રાપુરમાં ભારે વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને કારણે વાહનચાલકોને પણ મુશ્કેલી સર્જાઈ હતી આ ઉપરાંત વાડજ નવાવાડજ નિર્ણયનગર રાણીપ ન્યુ રાણીપ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ થતાં ઠેર ઠેર પાણી ભરાઇ ગયા હતાં.

રાજ્યમાં ફરી વરસાદી માહોલ સર્જાયો છે. પાંચ દિવસ વરસાદ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, બોટાદ અને રાજકોટમાં ભારે વરસાદ પડશે. તો ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા પંથકમા પણ માધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. લાંબી રાહ જાેવડાવ્યા બાદ મેઘરાજા પધાર્યા છે. ત્યારે નિરાશ થયેલા ખેડૂતોમાં ફરી આશાનો સંચાર થયો છે. ચાતક નજરે વરસાદની રાહ જાેઈ રહેલા ખેડૂતોને આંશિક રાહત થઈ છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.