અમદાવાદના વેજલપુરમાં ઝુંપડપટ્ટી વિસ્તારમાં ભીષણ આગ લાગી
અમદાવાદ: કોરોના મહામારીમાં આગના બનાવો દિનપ્રતિદિન વધી રહ્યા છે, ત્યારે આજે અમદાવાદના આનંદનગર વિસ્તારમાં આવેલા રેડિયોમિર્ચી ટાવર સામે આવેલાં ઝૂંપડાંમાં ભીષણ આગ લાગી હતી જેમાં ૩૦થી વધારે ઝૂંપડાંમાં આગ માં બળી ગયા હતાં. આ અંગેની જાણ ફાયરબ્રિગેડને કરવામાં આવતા ૧૫ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી એમ્બ્યુલન્સ અને પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. ફાયરબ્રિગેડ દ્વારા આગને કાબૂમાં લેવાના પ્રયાસ શરૂ કરવામાં આવ્યા હતો અને ભારે જહેમત બાદ આગ પર અંકુશ લગાવવામાં આવ્યો હતો.જાે કે આ આગને કારણે કોઇ જાનહાની થઇ નથી
મળતી માહિતી અનુસાર અમદાવાદના વેજલપુરના રેડિયો મિર્ચી રોડ પર આગ લાગ્યાનો કોલ ફાયર વિભાગને મળ્યો હતો. ભીષણ આગ લાગ્યાનો કોલ મળતા જ ફાયર વિભાગનો કાફલો આનંદનગર પહોંચ્યો હતો. જ્યાં ૩૦ થી વધુ ઝૂંપડામાં આગ લાગી હતી. ઝૂપડપટ્ટી વિસ્તારમાં આવેલ એક ઝૂપડામાં ગેસના સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો.
આ બ્લાસ્ટથી એક બાદ એક બીજી દસેક બોટલમા બ્લાસ્ટ થયો હતો. જેના બાદ આગ ફાટી નીકળી હતી, અને અન્ય ઝૂપડાઓમાં ફેલાઈ હતી. લગભગ ૩૦ ઝૂપડા આગમાં બળીને ખાખ થયા છે. તો ૩૦ થી વધુ ઝૂપડાને નુકસાન થયું છે. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.
ઝૂંપડપટ્ટીના આખા વિસ્તારને ખાલી કરાવી દેવામાં આવ્યો હતો ઝૂંપડપટ્ટી ગીચ વિસ્તારમાં અને આસપાસમાં મકાનો આવેલાં હોવાથી આગને કાબૂમાં કરવામાં ફાયરબ્રિગેડને મુશ્કેલી પડતાં મકાનો પર ચડી ફાયરબ્રિગેડ પાણીનો મારો ચલાવ્યો હતો આસપાસનાં મકાનોમાંથી લોકોએપોતાની ઘરવખરી, સામાન, ગેસના બાટલા કાઢી દૂર કર્યા છે.