અમદાવાદના વેપારીએ વડોદરામાં આપઘાત કેમ કર્યો?
એવલ વૂડલ ટાઉનશિપમાં રહેતા મહાવીરસિંહ સરવૈયાએ વડોદરાની તુલીપ હોટેલમાં ૧૦૬ નંબરના રૂમમાં રોકાયા હતા.
(એજન્સી)વડોદરા, વડોદરામાં અમદાવાદના વેપારીએ આપઘાત કર્યો છે. કોરોનાના કારણે પાયમાલ થઈ જવાના પગલે તેણે આત્મહત્યા કરી છે. અમદાવાદના વેપારીએ વડોદરાની તુલીપ હોટેલમાં આત્મહત્યા કરી હતી. આત્મહત્યા કરનારા વેપારી અમદાવાદમાં બોપલ વિસ્તારમાં રહેતા હતા. વેપારીએ આત્મહત્યા કરતાં પહેલા સ્યુસાઇડ નોટ લખી હતી.
બોપલમાં હાર્મની એવલ વૂડલ ટાઉનશિપમાં રહેતા મહાવીરસિંહ સરવૈયાએ વડોદરાની હોટેલમાં આત્મહત્યા કરી હતી. મહાવીરસિંહ સરવૈયા ૨૧ મેના રોજ તુલીપ હોટેલમાં ૧૦૬ નંબરના રૂમમાં રોકાયા હતા.
મહાવીરસિંહ સરવૈયાએ ૧૦ પાનાની સ્યુસાઇડ નોટ લખીને હોટેલના રૂમમાં પંખાના હૂક પર દોરડું બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.હોટેલના કર્મચારીઓએ દરવાજો ખખડાવતા અંદરથી દરવાજો ન ખૂલતા મેનેજર રોહિતભાઈ પટેલે મંજુસર પોલીસને જાણ કરી હતી.