અમદાવાદના વેપારી માટે ભારત- ચીન વચ્ચે વ્યાપારની તકો વિસ્તરી
ફીફ્થ ફ્રીડમ રાઈટ ધરાવતી આ એરલાઈન મુંબઈ અને ચીન વચ્ચેના સંબંધોમાં વૃધ્ધિ કરશે
અમદાવાદ તા.26 જૂન,2019 : ભારતઅને ચીનવચ્ચે વેપારની વધુ તકોનું નિર્માણ કરવા માટે મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટે બંને દેશો વચ્ચે માલસામાનઅને સર્વિસીસની નિકાસમાં વધારો કરવા એક મહત્વનું કદમ ઉઠાવ્યું છે.જીવીકેની આગેવાની હેઠળના મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટે લિમિટેડે (MIAL) જૂન 2019થી મુંબઈથી ચીનના ત્રીજા નંબરના સૌથી મોટા શહેર ગુઆન્ગઝાઉ વચ્ચે રવાન્ડ એરનો નવો રૂટશરૂ કર્યો છે. છેલ્લા બે વર્ષથી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટઉપર કાર્યરત રવાન્ડ એર એ ચીનથી આગળ જવાનો ફીફ્થ ફ્રીડમ રાઈટ ધરાવતી એક માત્ર વિદેશી એરલાઈન છે.
રવાન્ડના પરિવહન રાજ્ય પ્રધાન જીન ડી ડીયુ ઉવીહંગાનયે અને રવાન્ડ એરના ચીફ એક્ઝિક્યુટિવ યવોને મકોલોએ તેમના મહત્વના સહયોગીઓની સાથે મળીને રવાન્ડ એરની 234 પેસેન્જર સાથેની પ્રથમ ફલાઈટ એરબસ એ-330નુ મુંબઈમાં સ્વાગત કર્યું હતું. પ્રવાસીઓ માટે અવરોધ મુક્ત પ્રવાસની સુવિધા પૂરી પાડતી આ સર્વિસ અઠવાડીયામાં 3 વખત મંગળવાર, ગુરૂવાર અને શનિવારે ઉપલબ્ધ રહેશે.
ભારતની નાણાંકીય રાજધાની હોવાનો દરજ્જો ધરાવતુ મુંબઈ આફ્રિકા માટેના દેશના પ્રવેશદ્વાર તરીકે પણ મહત્વનુ સ્થાન ધરાવે છે, રવાન્ડ એરના મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટથી શરૂ થયેલા આ નવા રૂટ મારફતે આ દેશો વચ્ચેના વેપારને વેગ મળશે. રવાન્ડ એરની આ નવી ફલાઈટને કારણે બે દેશો વચ્ચેના પ્રવાસ સમયમાં 6 કલાક 20 મિનીટનો ઘટાડો થયો છે અને પેસેન્જરોને આસાની થશે. આ નવા રૂટને કારણે રિવર પર્લ ઉપર આવેલા પોર્ટ સીટી ગુઆન્ગઝાઉ સાથે ભારતનો વેપાર વધશે કારણકે આ શહેર ચીનના મહત્વના વેપારમથકોમાં સમાવેશ પામે છે.
આ રૂટ મારફતે મુંબઈ થઈને ચીન સાથે બિઝનેસ ટ્રાવેલમાં વધારો થશે. આ રૂટથી ચેન્નાઈ, બેંગલોર, કોચી, અમદાવાદ અને હૈદ્રાબાદ જેવા મથકોના નાના બિઝનેસ ટ્રાવેલર્સને અને મધ્યમ સ્તરના ભારતના વેપારીઓને મોટો લાભ થશે કારણકે તે હવે સામાન્ય રીતે જ્યાં પહોંચી શકાતુ નહોતું તેવા બજારોમાં વેપાર કરી શકશે, રવાન્ડ એરની આફલાઈટથી ચીન અને ભારતના વેપારીઓ અને પ્રવાસીઓ માટે બંને દેશો વચ્ચેનો વેપાર આસાનબનશે અને એ રીતે બંને દેશોવચ્ચેઆર્થિક પ્રવૃત્તિમાંવધારો થશે.