અમદાવાદના શીલજ તળાવ પાસે ૭ કરોડના ખર્ચે આરોગ્ય વન બનાવાશે
અમદાવાદ, અમદાવાદ શહેરના ગ્રીન કવર વિસ્તારમાં વધારો કરવા મ્યુનિસિપલ તંત્ર તરફથી વધુ એક વન બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે . શીલજ વિસ્તારમાં આવેલા તળાવ પાસે વીસ હજાર ચોરસ મીટર જગ્યામાં વિવિધ પ્રકારના આર્યુવેદીક ઔષધીના રોપાનો ઉછેર કરવામાં આવશે.
આ વનના નિર્માણ પાછળ સાત કરોડથી વધુની રકમનો ખર્ચ કરવામાં આવશે. આ અંગે મળતી માહિતી મુજબ અમદાવાદમાં હાલ નાના -મોટા મળી ર૮૦થી વધુ બગીચા આવેલા છે. વર્ષ-ર૦૧૧માં કરવામાં આવેલા ટ્રી સેન્સસસ સમયે શહેરનો ગ્રીન કવરે એરીયા માત્ર ૪.૩૦ જેટલો હતો.
બાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના ગાર્ડન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા સઘન પ્રયાસોના કારણે હાલમાં ઓકિસજન પાર્ક ઉપરાંત રીવરફ્રન્ટ વિસ્તારમાં વિશાળ ફલકમાં પલાન્ટેશન કરવામાં આવી રહયું છે. આ કારણથી શહેરના ગ્રીન કવર વિસ્તારમાં વધારો થવા પામ્યો છે.
શીલજ વિસ્તારમાં આવેલા તળાવ પાસે કેવડીયા કોલોની ખાતે જે પેટર્નથી આરોગ્યવન બનાવવામાં આવ્યું છે. એ પેટર્નથી વિવિધ પ્રકારના આર્યુવેદીક ઔષધીના રોપા ઉછેરી આરોગ્ય વન બનાવવા મ્યુનિસીપલ કોર્પોરેશનના ગાર્ડન વિભાગ તરફથી ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે.