અમદાવાદના સોલામાં પાડોશીએ બાર વર્ષની બાળકી પર બળાત્કાર ગુજાર્યાે
અમદાવાદ: શહેરમાં નાના બાળકો સાથે ગેરવર્તણૂક કરવાનાં અને તેમની સાથે સૃષ્ટી વિરૂદ્ધનાં કૃત્યો કરવાની ઘટનાઓ ચિંતાજનક પ્રમાણમાં વધી રહી છે. અવાર નવાર બની રહેલી આવી ઘટનાઓને પગલે સમાજમાં પણ ચિંતા પ્રસરી છે. હજુ થોડાં સમય અગાઉ જ એક નાની બાળકીને રમાડવાનાં બહાને લઈ જઈને ધાબા પર ઓરલ સેક્સ કરાવતાં બે કિશોરો ઝડપાયા હતા. આ ઘટના હજુ તાજી જ છે. ત્યાં સોલા પોલીસની હદમાં સામાજીક વ્યવસ્થાને લજ્જીત કરતો વધુ એક કિસ્સો બહાર આવ્યો છે. આધેડ વયનાં વ્યક્તિએ પોતાનાં દિકરા સાથે રમી હેલી પાડોશીની પુત્રીને પકડીને ધાબા પર જ તેની સાથે બળાત્કાર ગુજાર્યાે હતો. ગભરાયેલી બાળકીએ માતાને વાત કરતાં હવસખોર પાડોશીનો ભાંડો ફૂટ્યો હતો.
સમગ્ર ઘટનાની વિગત એવી છે કે, સોલા પોલીસની હદમાં આવતાં એક વિસ્તારમાં એક પરીવાર રહેતો હતો જેમને સંતાનમાં એક બાર વર્ષની પુત્રી છે. આ પરીવારની પાડોશમાં એક આધેડ વયનો વ્યક્તિ પણ પોતાનાં પરીવાર સાથે રહે છે. રવિવારે સવારે બાર વર્ષની બાળકી અને પાડોશીનો ૧૧ વર્ષનો પુત્ર તેમનાં ધાબા ઉપર રમી રહ્યાં હતા. ત્યારે આ હવસખોર પાડોશી ધાબા ઉપર આવ્યો હતો. અને પોતાનાં પુત્રને ડરાવી-ધમકાવીને નીચે રમવા કહ્યું હતું.
જેથી બંને બાવકો ધાબેથી નીચે ઉતરતાં હતા એ સમયે હવસખોર વ્યÂક્તએ પોતાનાં પુત્રને જવા દઈને બાળકીને પકડી લીધી હતી. તેને રોકવા બાદ ધાબા પર જ તેની સાથે જબરદસ્તીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. અને બાદમાં નીચે ભાગી ગયો હતો. જ્યારે પોતાની સાથે બની ગયેલી ઘટનાથી ગભરાયેલી બાળકી રડતાં રડતાં ઘરે પહોંચી હતી. તેની હાલત જાઈને ચોંકી ગયેલી માતાએ તેની પૂછપરછ કરતાં બાળકીએ પોતાની સાથે બનેલી ઘટના જણાવતાં માતાનાં માથે આભ તુટી પડ્યું હતું. અને ઘટના અંગે પરીવારને જાણ કરી હતી. બાદમાં તમામ લોકો બાળકીને લઈને પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. જ્યાં પોલીસે પણ શાંતિપૂર્વક બાળકીની પૂછપરછ કર્યા બાદ માતાની ફરીયાદ લઈને તાત્કાલિક પગલાં લેતાં હવસખોર પાડોશીને ઝડપી લેવા માટે ટીમ મોકલી હતી.
જા કે ભૂપેન્દ્ર પરમાર નામનાં આ આરોપીને અગાઉથી જ ખબર પડી જતાં તે ઘરેથી ફરાર થઈ ગયો હતો. જા કે સોલા પોલીસે આ શખ્સ વિરૂદ્ધ બળાત્કાર અને પોસ્કો હેઠળ ગુનો નોંધઈ રાતભર શોધખોળ ચલાવી છે. જ્યારે બાળકીને મેડીકલ ચેકઅપ માટે મોકલી આપી હતી. બાળકી સાથે વાત કરતાં ભૂપેન્દ્રએ અગાઉ પણ કેટલીય વખત તેની સાથે શારીરિક અડપલાં કર્યા હતાં. જાકે ગભરાટનાં કારણે તેણે કોઈને કહ્યું નથી. બાળકી સાથે બનેલી ઘટનાની જાણ થતાં આસપાસનાં પણ લોકો આધેડ સાથે રોષ પ્રકટ કર્યાે છે.