Western Times News

Gujarati News

અમદાવાદના હીરાના કારખાનામાં અઠવાડિયાનું વેકેશન અપાયું

Files Photo

અમદાવાદ: દેશના ડાયમંડ સિટી કહેવાતા સુરત શહેરના હીરા બજારમાં કોરોના વિસ્ફોટ થતાં હીરાના કારખાના બંધ કરાવવામાં આવ્યા છે. જેને પગલે અમદાવાદના હીરાના કારખાનાઓમાં પણ અઠવાડિયાનું વેકેશન આપી દેવાતા રત્નકલાકારો ફરીથી કામ વગરના થઈ ગયા છે. હીરાનો મોટાભાગનો માલ સુરતથી આવતો હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે હજુ એક મહિના પહેલાં જ હીરાના કારખાના શરૂ કરાયા હતા અને ફરીથી બંધ કરાતા રત્ન કલાકારો મુશ્કેલીમાં મુકાયા છે.

હજુ રત્નકલાકારોને પગાર પણ મળ્યા નથી. અમદાવાદમાં ૬૫૦થી વધુ હીરાના કારખાનામાં સવા લાખથી વધુ રત્ન કલાકારો કામગીરી કરી પોતાનું ગુજરાત ચલાવતા હોય છે. ત્યારે જ માર્ચ મહિનાના અંત ભાગથી કોરોના કહેર ને લઈને હીરાના કારખાના બંધ કરાવવામાં આવ્યા હતા. લગભગ બે મહિના કરતાં વધારે સમય સુધી લોક ડાઉનને કારણે તમામ કારખાનાં બંધ રહેતા રત્નકલાકારની આર્થિક Âસ્થતિ ડામાડોળ થઇ ગઇ હતી. જોકે ૧લી જુનથી સરકારની ગાઈડલાઈન મુજબ હીરાના કારખાના ધીરે-ધીરે શરૂ થતા રત્નકલાકારો કામ-ધંધે ચડી ગયા હતા.

ત્યારે જ છેલ્લા ચારેક દિવસથી સુરતમાં કોરોના વિસ્ફોટ થયો છે તેમાં પણ જે વિસ્તારમાં હીરાના કારખાના ધમધમે છે ત્યાં સૌથી વધુ દર્દીઓ હોઈ હાલ હીરાના કારખાના બંધ કરાવી દેવામાં આવ્યા છે. હીરાનો માલ મોટાભાગે સુરતથી અમદાવાદ આવતો હોવાથી સુરતના કારખાના બંધ થતા અમદાવાદના હીરાના કારખાનામાં પણ ૨જી જુલાઇથી ૯મી જુલાઈ સુધી વેકેશન આપી દેવામાં આવ્યું છે જેને કારણે રત્નકલાકારો ફરીથી કામ વગરના થઈ ગયા છે. વિવેકાનંદ ડાયમંડ એસોસિએશનના નરસિંહ પટેલે જણાવ્યું હતું કે હજુ રત્નકલાકારોને પગાર પણ મળ્યો નથી ત્યારે જ કામ ધંધો બંધ થતાં તેમની સ્થિતિ દયનીય બની રહી છે આવી પરિસ્થિતિમાં  રત્નકલાકારોને સહાયની જરૂરિયાત છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.