અમદાવાદના ૭ ઝોનના પાન પાર્લરો પર AMCના દરોડા
અમદાવાદ: અમદાવાદ શહેરમાં પાનના ગલ્લા અને ચાની કિટલીઓ ઉપર સરકારી ગાઈડલાઈનનું ઉલ્લઘન થતો હોવની વાત સતાધીશોના ધ્યાન પર આવતા શહેરના પાનના ગલ્લાઓ અને ચાની કિટલીઉપર તવાઈ બોલવાની શરૂઆત કરી દેવામાં આવી છે કોર્પોરેશનના સોલેડ વેસ્ટ વિભાગ તરફથી ગઈકાલેથી જ પાનના ગલ્લાઓ અને ચાની કિટલીઓ ઉપર તપાસ શરૂ કરાઈ હતી. જે અંતર્ગત ગઈકાલે શહેરના ૩૭૬ જેટલા પાનના ગલ્લાઓને સીલ કરી દેવામાં આવ્યા છે બીજા દિવસે આજે સવારે પણ કોર્પોરેશનને તવાઈની કાર્યવાહી સવારથી જ હાથ ધરાઈ છે.
કોર્પોરેશનના અધીકારીઓની અલગ અલગ ટીમોએ શહેરના ૭ ઝોનમાં દરોડાની કામગીરી શરૂ કરતા પાનના ગલ્લા વાળાઓ અને ચાની કીટલીઓ વાળામાં ફફડાટ ફેલાઈ ગયો હતો પાનના ગલ્લાઓ પર સોશ્યલ ડીસ્ટસીગનો અભાવ ધ્યાન પર આવતા ગુલાબ ટાવર પાસે એક જાણીતા પાન પાર્લરને સીલ કરવી દેવામાં આવ્યુ હતુ.
પન્ના ગલ્લા અને ચાની કિટલીઓ ઉ પર સોશ્યલ ડીસ્ટસીગના અભાવ ના કારણે કોરોના સક્રમણ વધારે ફેલાઈ રહ્યુ છે આ વાત સપાટી પર આવતા સુરતજેવી સ્થિતિ અમદાવાદમાં ન સર્જાય તે માટે કોર્પોરેશનને કડક હાથે કામ લેવાની તજવીજ હાથ ધરી છે.
આ સત્તત બીજા દિવસે શહેરના માઈક્રોકટેન્મેટ વિસ્તારમાં દરોડાની કામગીરી શરૂ કરી દીધી હતી વસ્ત્રાપુર, ભૃૂંયેગદેવ સત્તાધાર, સહિતના વિસ્તારોમાં કોર્પોરેશનની ટીમોની ટુકડીઓએ કાર્યવાહી શરૂ કરી દીધી હતી.
કોર્પોરેશનના અધિકારીઓએ જાણાવ્યુ હતુ કે જ્યા સુધી પાનના ગલ્લાના માલિકો ૧૦,૦૦૦ હજાર રૂપિયા દંડ નહી ભરે ત્યા સુધી સીલ ખોલવામાં આવશે નહી. સીલ ખોલ્યા પછી પણ રાજ્ય સરકારે જે ગાઈડલાઈન જાહેર કરી છે તેનું ચુસ્ત પણે પાલન કરવાનું રહેશે.