અમદાવાદના 350 જેટલા સેવકોએ સોમનાથમાં પરંપરાગત શ્રમયજ્ઞ કર્યો
સોમનાથ, 350 જેટલા સ્વયંસેવકો મંડળના પ્રમુખ હરેશભાઇ સોનીએ સૂચીત કરેલ ટીમો પ્રમાણે શ્રી સોમનાથ મંદિર પરિસર, શ્રી ભાલકા તીર્થ, શ્રી ભીડીયા તીર્થ, પ્રાચીતીર્થ, ગોલોકધામ, ત્રિવેણી સંગમ, શ્રી રામ મંદિર, સ્મશાન, ગૌશાળા, પાર્કિંગ, હમીરજી સર્કલ, વેગળાજી સર્કલ, સહિતના સ્થળોએ સાફ-સફાઇ કરી આ સ્થળો સ્વચ્છ કરેલ તેમજ આવનાર યાત્રીકોને ખુલ્લામાં કચરો ન ફેકી તીર્થ સ્વચ્છ રાખવા આવાહન કરેલ . આ વખતે 200 જેટલી બહેનો આ સેવાયજ્ઞમાં જોડાયેલ.
આ મંડળ સફાઇના તમામ સાધનો સાથે લાવેલ જેમાં સાવરણા-સાવરણી, વાઇપર-પોતા, લીક્વીડ સહિત તમામ સંસાધનો સાથે લાવે છે.
આ વર્ષે માતા-પિતાની સેવાથી પ્રેરાઇ 5 થી 11 વર્ષ સુધીના બાળકો ઉત્સાહભેર આ સેવાયજ્ઞમાં જોડાયા હતા, સુરત-અમદાવાદ ના વેપારીઓ- ડોક્ટરો-એન્જીનિયરો-સીએ-ઉદ્યો