Western Times News

Gujarati News

અમદાવાદના SVP હોસ્પિટલના 600થી વધુ રેસિડેન્ટ ડોકટર હડતાળ પર

લાખો રૂપિયા ફી ભર્યા બાદ પણ યોગ્ય પ્રેક્ટિસ ન મળવાના કારણોસર રેસી. તબીબો નારાજ- 1500 બેડની હોસ્પિટલમાં દિવસના સરેરાશ 7 થી 10 દર્દીઓ જ સારવાર લેવા આવે છે.

અમદાવાદ, આજે સતત બીજા દિવસે પણ તમામ રેસિડેન્ટ ડોકટરો કામથી અળગા રહ્યા હતા.  આઇસીયુ અને નોન આઇસીયુ દર્દીઓ ને ઓપરેટ કરી રહ્યા હતા. પરંતું કોરોનાની વેક્સિન આપવાની કામગીરીમાં જોડતા તમામ કામ થી અળગા રહ્યા હતા.

મા કાર્ડ અને આયુષ્ય માન કાર્ડ ના દર્દીઓને પણ ચાલુ કરવાની મુખ્ય માંગ કરવામાં આવી હતી.  1 વર્ષ ની 6 લાખ ફી હોવા છતાં તમામ ને અભ્યાસમાં પ્રેક્ટિકલ કરવા નહિ મળતા પોતાના કેરિયર પર અસર પડતી હોવાના કારણે હડતાળ પાડી હોવાનું સુત્રોએ જણાવ્યુ હતું.

https://westerntimesnews.in/news/59130

ઓર્થોપેડીક, સર્જરી, પીડિયા, એનેસ્થેશિયા,પેથોલોજી, સ્કિન ગાયનેકોલોજિસ્ટ સહિત તમામ ડિપાર્ટમેન્ટ ના ડોકટરની હડતાળથી લોકો પરેશાનીમાં મુકાયા હતા.  ડેપ્યુટી મ્યુન્સિપલ કમિશનર ડો.ઓમપ્રકાશ દ્વારા શુકવારથી હડતાળ શરૂ થતાં 9 રેસિડેન્ટ ડોકટરોને નોટિસ ફટકારી અને સસ્પેન્ડ કેમ નહિ કરવા જવાબ માંગ્યો હતો.

ડેપ્યુટી મ્યુન્સિસપલ કમિશનર ડો.ઓમ પ્રકાશ દ્વારા હડતાળમાં સામેલ થનાર SVP ના 7 પ્રોફેસરની બદલી કરી એલ.જી હોસ્પિટલ ભેગા કર્યા હતા.  SVP હોસ્પિટલ માં રેસિડેન્ટ ડોકટરોની હડતાળ થી જાણકારી સામે આવી કે હાલમાં SVP હોસ્પિટલમાં માત્ર 39 કોવિડ દર્દી સારવાર લઈ રહ્યા છે.

SVP હોસ્પિટલમાં સામાન્ય વર્ગ ને પોષાય નહિ તેવા ચાર્જ હોવાના કારણે ગરીબ કે માધ્યમ વર્ગનો વ્યક્તિ અહીં. આવતા નથી. SVP હોસ્પિટલ માં 108 એમ્બ્યુલન્સ સેવાના દર્દીને પણ અહીં સારવાર માટે નહીં લાવવા સૂચના અપાઈ હોવાની સૂચના આપવામાં આવી છે.  મ્યુન્સિપલ સંચાલિત અમદાવાદ ની SVP હોસ્પિટલની પોલમ પોલ રેસિડેન્ટ ડોક્ટરો ની હડતાળ થી ખુલ્લી પડી છે.

ગરીબ અને મધ્યમવર્ગ ના દર્દી નહિ આવતા હોવાના કારણે 1500 બેડની હોસ્પિટલમાં દિવસના સરેરાશ 7 થી 10 દર્દીઓ જ સારવાર લેવા આવતા હોવાના કારણે ડોકટરોને યોગ્ય પ્રેક્ટિસ કરવાનો મોકો મળતો નથી. તમામ રેસિડેન્ટ ડોકટરોની હડતાળ સમેટાઈ જાય તે માટેના પૂરતા પ્રયત્નો તંત્ર દ્વારા કરવામાં આવી રહયા છે.

એસવીપી હોસ્પિટલ એક જાહેર હોસ્પિટલ અને મેડિકલ કોલેજ છે. આ હોસ્પિટલમાં 1,500 બેડ, 32 ઓપરેશન થિયેટરો, 139 આઈસીયુ પલંગ, 90 કન્સલ્ટેશન રૂમ અને એર એમ્બ્યુલન્સ માટેનું એક હેલિપેડ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.