અમદાવાદની અંધ કન્યા પ્રકાશ ગૃહ સંસ્થાની 200 વિદ્યાર્થીનીઓ માટે રોગપ્રતિકારક શક્તિ વધારવા અંગે સેશન યોજ્યું
શિયાળામાં ચ્યવનપ્રાશથી ઈમ્યૂનિટી વધારવા અંગે જાગૃતિ માટે ડાબરનું દેશવ્યાપી અભિયાન
અમદાવાદ, નવેમ્બર 22, 2021 – ભારતમાં શિયાળાની ઋતુની આતુરતાથી પ્રતીક્ષા થતી હોય છે પણ આ ઋતુમાં શરદી, ઉધરસ અને શ્વાસને લગતી બીમારીઓના કેસો પણ વધી જતા હોય છે. આ બધી સમસ્યાઓ શિયાળાની ઋતુમાં સામાન્યપણે જોવા મળતી જ હોય છે
અને ઓછી રોગપ્રતિકારક શક્તિ (ઈમ્યુનિટી) તેનું મુખ્ય કારણ છે. ચ્યવનપ્રાશ લગભગ 3,000 વર્ષ જૂની અને જાણીતી આયુર્વેદિક ફોર્મ્યુલા છે જે શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારે છે અને સામાન્ય રીતે થનારા ઈન્ફેક્શન જેમ કે શરદી અને ઉધરસ વગેરથી પણ સુરક્ષિત રાખે છે. ડાબર ચ્યવનપ્રાશમાં ઘણી રસાયણ ઔષધિઓ રહેલી છે જે તેની ઈમ્યુનોમોડ્યુલેટરી ઈફેક્ટ્સ દ્વારા અનેક પ્રકારના ચેપથી બચાવે છે.
આવનારી પેઢીઓના સ્વાસ્થ્યને સુરક્ષિત રાખવાના પ્રયાસરૂપે ડાબર ચ્યવનપ્રાશે આજે વિશાળ જનજાગૃતિ અભિયાનની શરૂઆત કરી છે. ખાસ કરીને દેશભરના જરૂરિયાતમંદ બાળકોને ધ્યાનમાં રાખીને આ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
અભિયાન હેઠળ ડો. પરમેશ્વર અરોરા, એમડી (આયુર્વેદિક), બીએચયુ, વારાણસી, ગોલ્ડ મેડાલિસ્ટ અને સિનિયર કન્સલ્ટન્ટ આયુર્વેદ જાગૃતતા સેશનનું આયોજન કરશે જેના દ્વારા બાળકોને જાણકારી આપવામાં આવશે કે બદલતી ઋતુમાં તેઓ કેવી રીતે પોતાની રોગપ્રતિકારક શક્તિ વધારીને બેક્ટેરિયા તથા વાયરસથી થનારી સામાન્ય બીમારીઓથી પોતાને સુરક્ષિત રાખી શકે છે.
અભિયાનના ભાગરૂપે અમદાવાદમાં અંધ કન્યા પ્રકાશ ગૃહ સાથે આજે એક વિશેષ સેશન યોજવામાં આવ્યું જેમાં 200થી વધુ બાળકોએ ભાગ લીધો. શિયાળાની ઋતુમાં બાળકોને બીમારીઓથી બચાવવા માટે જાગૃત કરવાના ઉદ્દેશ્યથી આ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકોને એ પણ જણાવવામાં આવ્યું કે તેઓ આરોગ્યની સારી આદતો અને આરોગ્યપ્રદ આહાર અપનાવીને પોતાની રોગપ્રતિકારક શક્તિ વધારી શકે છે.
આ પ્રસંગે ડાબર ઈન્ડિયા લિમિટેડના માર્કેટિંગ હેડ, હેલ્થ સપ્લીમેન્ટ્સ, શ્રી પ્રશાંત અગ્રવાલે જણાવ્યું હતું કે “કોવિડ-19 મહામારીના આ સમયમાં રોગપ્રતિકારક શક્તિ વધુ મજબૂત બનાવવાનું પહેલા કરતાં વધારે મહત્વનું બની ગયું છે. 40થી વધુ ઔષધિઓ જેમ કે આંબળા, અશ્વગંધા અને ગિલોયા ગુણોથી ભરપૂર ચ્યવનપ્રાશ હંમેશા બીમારીઓ સામે લડવા માટે રોગપ્રતિકારક શક્તિ વધારવા અગ્રેસર રહ્યું છે.
આ બાબતને પ્રમાણિત કરવા માટે અમે ડાબર ચ્યવનપ્રાશ પર એક મોટાપાયે બહુકેન્દ્રીય ક્લિનિકલ સ્ટડી હાથ ધર્યો હતો. આ ક્લિનિકલ સ્ટડીમાં કોવિડ-19ના ચેપ માટેના ઉપચાર તરીકે ડાબર ચ્યવનપ્રાશની લાભદાયક ભૂમિકાનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.
અભ્યાસના તારણોમાં જાણવા મળ્યું હતું કે ડાબર ચ્યવનપ્રાશના નિયમિત સેવનથી ટેસ્ટેડ લોકોમાં કોવિડ-19ના ચેપની સંભાવના જેઓ ચ્યવનપ્રાશનું સેવન નહોતા કરતાં તેવા કંટ્રોલ ગ્રુપ કરતાં 12 ગણી ઘટાડવામાં મદદ મળી હતી. એમ પણ જાણવા મળ્યું હતું કે ડાબર ચ્યવનપ્રાશના નિયમિત સેવનથી કંટ્રોલ ગ્રુપના લોકોની સરખામણીએ કોવિડ-19 ઈન્ફેક્શનની ગંભીરતા છ ગણી ઓછી થઈ હતી.”
બીએચયુના એમડી (આયુર્વેદ) ડો. પરમેશ્વર અરોરાએ જણાવ્યું હતું કે “ઋતુમાં પરિવર્તનના સમય દરમિયાન તાપમાનમાં અચાનક ફેરફારો થતા હોય છે જેના લીધે શરદી, ઉધરસ અને ફ્લુ જેવી બીમારીઓ થાય છે. શરદી, ઉધરસ અને શ્વાસના રોગો જેવી સમસ્યાઓ સામે લડવા માટે રોગપ્રતિકારક શક્તિ વધારવી ખૂબ જરૂરી છે. ડાબર ચ્યવનપ્રાશ બદલાતી મોસમ દરમિયાન વ્યક્તિની રોગપ્રતિકાર શક્તિ વધારવામાં અસરકારક છે.”
આ અભિયાન હેઠળ ડાબર ચ્યવનપ્રાશે ભારતના 18 શહેરો વારાણસી, પ્રયાગરાજ, લખનૌ, અમદાવાદ, અમૃતસર, જયપુર, ભુવનેશ્વર, કોલકાતા, પટણા, ઈન્દોર, રાયપુર, પૂણે, ઔરંગાબાદ, રાંચી, બેંગાલુરુ, હૈદરાબાદ, ચેન્નાઈ અને ચંદીગઢની અગ્રણી સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે હાથ મિલાવ્યા છે.
શ્રી પ્રશાંત અગ્રવાલે ઉમેર્યું હતું કે “છેલ્લા 100 વર્ષોથી ડાબર ચ્યવનપ્રાશ મજબૂત રોગપ્રતિકારક શક્તિ મેળવવા દરેક ભારતીયને મદદ કરવા માટે પ્રતિબદ્ધ છે. આ પ્રતિબદ્ધતાને આગળ લઈ જવા માટે આ પહેલ આદરવામાં આવી છે. દર વર્ષે શીતલહેરના લીધે અનેક લોકોના મૃત્યુ થાય છે જેના અંગે અમે ચિંતિત છીએ. આ પહેલ થકી અમે રોગપ્રતિકારક શક્તિના મહત્વ અંગે જાગૃતતા ફેલાવીને અને સુખ-સગવડોથી વંચિત બાળકોને ચ્યવનપ્રાશ પૂરું પાડીને તેમને સુરક્ષા પૂરી પાડવાનો પ્રયાસ કરીશું.”