અમદાવાદની આ સ્કુલે આપ્યું, સૈનિકોના પરિજનોના કલ્યાણ માટે 1.25લાખ થી વધુનું ભંડોળ
શેઠ અમુલખ વિધ્યાલય, ગોતા અમદાવાદ દ્વારા સૈનિકોના પરિજનોના કલ્યાણ માટે સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળમાં રૂ. ૧ લાખ ૨૫ હજાર થી વધુનું ભંડોળ આપ્યું
જિલ્લા સૈનિક ક્લ્યાણ અને પુંનર્વસવાટ કચેરી, અમદાવાદની અખબારી યાદીમાં જણાવ્યું છે કે શેઠ અમુલખ વિધ્યાલય, ગોતા અમદાવાદ તરફથી પ્રિંસીપાલ શ્રીમતી નિતાબેન શાહ તથા સ્ટાફ દ્વારા રાષ્ટ્રીય રક્ષા કાજે પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર વીર સૈનિકો ના પરિવાજનો સ્વમાનભેર પોતાના જીવનનો નિર્વાહ કરી શકે તેવી વ્યવસ્થા કરવા તેમજ યુધ્ધ,
આંતરીક આતંકી હુમલાઓ દરમિયાન સૈનિક કાર્યવાહીમાં શારિરીક ક્ષતિગ્રસ્ત થવાના કારણે સશસ્ત્ર સેનાઓમાંથી છૂટા કરાયેલ સૈનિકોના પરિજનોના કલ્યાણ માટે સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળમાં રૂ. ૧,૨૫,૭૨૫/-
તા. ૧૧/૦૪/૨૦૨૨ના રોજ જિલ્લા સૈનિક ક્લ્યાણ અધિકારીશ્રી પલકેશ કુમાર ચૌધરી અને શ્રી કનુભાઇ કે પરમાર, કચેરી અધિક્ષક કચેરી, અમદાવાદ ખાતે જમા કરેલ છે. જે ખુબજ પ્રશસનીય છે.