અમદાવાદની કંપનીને ૩૫૦૦ કરોડ ચુકવવા ચીની કંપનીને હુકમ
અમદાવાદ: સિંગાપોર ઇન્ટરનેશનલ કોમર્શિયલ કોર્ટમાં ચાઇનીઝ કંપની લોંગસેન્ગ સામે અમદાવાદની કીરી ઇન્ડસ્ટ્રી ફેવરમાં ચુકાદો આવ્યો છે. જેને કારણે ચાઇનીઝ કંપની એ અમદાવાદી કંપનીને રૂપિયા ૩૫૦૦ કરોડ ચૂકવવાના થશે
વર્ષ ૨૦૧૦માં કિરી ઈન્ડસ્ટ્રી દ્વારા ચાઇનાના લોંગસેન્ગગ્રુપ સાથે મળી જર્મન મલ્ટીનેશનલ કંપની ડાયસ્ટર ટેક ઓવર કરી હતી.
આ સંયુક્ત સાહસમાં કિરી ઈન્ડસ્ટ્રીનો હિસ્સો ૩૭.૫૭ ટકા હતો. જ્યારે બાકીનો લોંગસેન્ગનો હતો. લોંગસેન્ગના ડાયરેક્ટરે ઇન્ટરનેશનલ કોર્પોરેટના કાયદાઓનું ઉલ્લંધન કરીને આખી કંપની પચાવી પાડવાના પ્રયાસ કર્યા હતા. આ બાબતે વિવાદ થતા ડાયસ્ટર કંપની (સિંગાપોર)માં પોતાના હિસ્સા અંતર્ગત કિરી ઇન્ડસ્ટ્રી દ્વારા સિંગાપોર કોર્ટમાં માઈનોરીટી ઓપરેશન અંગે દાદ માગી હતી. જેમાં ઇન્ટરનેશનલ કોર્ટે કિરીની તરફેણમાં ચુકાદો આપી લોંગસેન્ગને કીરીનો ૩૭.૫૭ ટકા હિસ્સો ખરીદી લેવા માટે આદેશ કર્યો હતો.
જેની કિંમત ૪૮૨.૫૦ મિલિયન યુએસ ડોલર નક્કી કરવાનો હુકમ કર્યો છે. સંચાલકોના જણાવ્યા મુજબ કોર્ટના આદેશ મુજબ નાના મોટા ફેરફાર કે અન્ય વહીવટી ખર્ચ બાદ કરતા ૪૮૦ મિલિયન ડોલર એટલે કે ૩૫૦૦ કરોડ રૂપિયાનો હિસ્સો નક્કી થયો છે. જે આગામી દિવસોમાં ચાઇનીઝ કંપની લોંગસેન્ગે ખરીદી લઈ કીરીને ૩૫૦૦ કરોડ ચૂકવવાના થશે.